ફરીથી ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા
હાલ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના બે કેસ સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ઉપરાંત બીજી અને ત્રીજી લહેરમાં જે કોરોના ગાઇડલાઇન બહાર પાડી હતી અને નિયંત્રણ મૂક્યાં હતા. તેવાં જ નિયંત્રણ ફરીથી મૂકવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, કમૂરતાં પૂરા થતાં જ ફરીથી લગ્નસરાની સિઝન ચાલુ થશે. ગુજરાતમાં આ કોરોના વાયરસના તમામ નિયંત્રણો દૂર થયેલા હોવાથી મોટા પ્રમાણમાં લોકોએ લગ્ન ગોઠવ્યા હતા. તેથી જો આગામી સમયમાં તમારા ઘરમાં લગ્ન હોય તો થોડી રાહ જોજો. કારણ કે, જો કોરોનાના કેસ વધ્યાં તો સરકાર ફરીથી ગાઇડલાઇન જાહેર કરે તેમાં નવાઈ નહીં.આ પણ વાંચોઃ દવાઓની સંગ્રહખોરી ન કરવા લોકોને અપીલ
માત્ર 100 લોકોને ભેગાં થવાની મંજૂરી મળે તેવી શક્યતા
કોરોના ગાઇડલાઇનની વાત કરવામાં આવે તો, બીજી લહેર વખતે સરકારે માત્ર 100 જેટલાં લોકોને ભેગા કરવાની છૂટછાટ આપી હતી. ત્યારબાદ લગ્ન સ્થળની કેપેસિટી કરતાં 50 ટકા લોકોને જ આવવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળશે તો સરકાર આવા જ નિયંત્રણો સાથે ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા છે. ત્યારે જે ઘરમાં લગ્નનું આયોજન કરવામાં આવશે તેમાં ઘણી અડચણો ઊભી થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ચીનથી આવેલો ભાવનગરનો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યો
ચીનથી આવેલો ભાવનગરનો વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો
ગુજરાતમાં ચીનથી આવેલો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ ચીન બાદ અનેક દેશોમાં કોરોનાને લીધે સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં પણ આગમચેતીના પગલાંરૂપે તૈયારીઓના આદેશ અપાયા છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં વિવિધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ccoronavirus, Coronavirus in Gujarat, Omicron in Gujarat, Omicron Variant Spread