Header Ads

અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક મેળવવા લોકોની પડાપડી

આજે અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આવો ભવ્ય રોડ શો ઈતિહાસમાં પહેલીવાર થયો છે. કહી શકાય કે આજે વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો હતો.

ડિસે 01, 2022 | 11:38 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

ડિસે 01, 2022 | 11:38 PM

આજે અમદાવાદની ધરતી પર ઈતિહાસનો સૌથી મોટો રોડ શો જોવા મળ્યો હતો. આવો રોડ શો પહેલા કોઈપણ રાજનેતાનો થયો નથી. અમદાવાદની રથયાત્રા કરતા પણ મોટો આ ભવ્ય રોડ શો જોવા મળ્યો હતો.

આજે અમદાવાદની ધરતી પર ઈતિહાસનો સૌથી મોટો રોડ શો જોવા મળ્યો હતો. આવો રોડ શો પહેલા કોઈપણ રાજનેતાનો થયો નથી. અમદાવાદની રથયાત્રા કરતા પણ મોટો આ ભવ્ય રોડ શો જોવા મળ્યો હતો.

નરોડાથી ચાંદખેડા સુધી વડાપ્રધાન મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. આ પહેલા સુરતમાં વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી વરાછાના સભા સ્થળ સુધી 28 કિલોમીટરનો રોડ શો કર્યો હતો.

નરોડાથી ચાંદખેડા સુધી વડાપ્રધાન મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. આ પહેલા સુરતમાં વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી વરાછાના સભા સ્થળ સુધી 28 કિલોમીટરનો રોડ શો કર્યો હતો.

અમદાવાદમાં રોડ શો દરમિયાન મોટી સંખ્યમાં જનમેદની ઉમટી હતી. વડાપ્રધાન મોદીએ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.

અમદાવાદમાં રોડ શો દરમિયાન મોટી સંખ્યમાં જનમેદની ઉમટી હતી. વડાપ્રધાન મોદીએ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.

32 કિલોમીટરના રોડ શોમાં વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

32 કિલોમીટરના રોડ શોમાં વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

સાંજે લગભગ 5 વાગ્યે સૂરજના ડૂબવાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો.

સાંજે લગભગ 5 વાગ્યે સૂરજના ડૂબવાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો.

વડાપ્રધાન મોદી રોડ શો દરમિયાન ફૂલોથી શણગારેલી ઓપન જીપમાં જોવા મળ્યા હતા. તેમની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો હાજર હતા.

વડાપ્રધાન મોદી રોડ શો દરમિયાન ફૂલોથી શણગારેલી ઓપન જીપમાં જોવા મળ્યા હતા. તેમની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો હાજર હતા.

રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશની મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાજંલિ પણ આપી હતી.

રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશની મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાજંલિ પણ આપી હતી.

વડાપ્રધાન મોદીએ આ રોડ શો દ્વારા અમદાવાદના પૂર્વથી પશ્વિમ સુધીની 13 વિધાનસભા બેઠકને આવરી લીધી હતી.

વડાપ્રધાન મોદીએ આ રોડ શો દ્વારા અમદાવાદના પૂર્વથી પશ્વિમ સુધીની 13 વિધાનસભા બેઠકને આવરી લીધી હતી.

પોતાના વડાપ્રધાન મોદીને નજીકથી જોઈ લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી. લોકોએ વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા પણ કરી હતી.

પોતાના વડાપ્રધાન મોદીને નજીકથી જોઈ લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી. લોકોએ વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા પણ કરી હતી.

આ હતો વડાપ્રધાનના રોડ શોનો રુટ -- નરોડા ગામ બેઠક - નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી - સુહાના રેસ્ટોરન્ટ - શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા - ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી - રાજેન્દ્ર ચાર રસ્તા - રબારી કોલોની - CTMથી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા - ખોખરા સર્કલ - અનુપમ બ્રિજ - પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ - ભૂલાભાઈ ચાર રસ્તા - ડાબી બાજુ - શાહ આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા - મંગલ વિકાસ ચાર રસ્તા - ખોડિયારનગર બહેરામપુરા - ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા - જીવરાજપાર્ક ચાર રસ્તા - શ્યામલ ચાર રસ્તા - શિવરંજની ચાર રસ્તા - હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા - પલ્લવ ચાર રસ્તા - પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા - વ્યાસવાડી - ડી માર્ટ - આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા

આ હતો વડાપ્રધાનના રોડ શોનો રુટ — નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભૂલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Powered by Blogger.