નર્મદા (રાજપીપળા)32 મિનિટ પહેલા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામના ખેડૂતોનું નિવેદન છે કે, સામોટ ગામે આવેલ સરકારી પડતરની જમીન અંદર ભારત દેશની આઝાદી પહેલાથી આજ દિન સુધી નીચે દર્શાવેલ જમીન ખાતા નંબર–174 વાળી જમીન અમો અને અમારા પરિવારો ખેડતા આવ્યા છે. જેમાં 49 પરિવારો ખેડતા આવ્યા છે. જેથી અમારા ગામના ખેડૂત પરિવારો એક નહીં પણ અનેક વાર સરકારમાં જમીન નામે કરી આપવા રજૂઆતો કરેલ છે. પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવહી કે જમીન આપવા આવી નથી. જેથી અમારા ગામના સર્વે ખેડૂતો તથા મતદારોએ વિધાનસભા તથા આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય કરેલ છે.

આખા ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો
લેખિતમાં જણાવ્યું કે, આ જમીનમાં અમારા બાપ-દાદાના સમયથી આજ દિન સુધી ખેડ હક્કમાં કે રેકોર્ડમાં જેવા કે 7/12માં તમારા નામો છે. છતા પણ જમીન એમોને મળી નથી અને હમો ખેડૂતોએ રાજ્ય સરકાર, કલેક્ટર નર્મદા, પ્રાંત અધિકારી તથા મામલતદાર ડેડીયાપાડાને પણ અનેકવાર લેખિત રજૂઆતો કરેલ છે. છતાં 5% કોઈ સરકાર કે કોઈપણ અધિકારીએ કાર્યવાહી કરેલ ન હોવાથી ઉપરોક્ત દર્શાવેલ ચૂંટણીનો બહિષ્કાર કરી પોતાના ગામની એકતાનો દર્શન કરાવ્યા હતા. આ સાથે પાર્ટીએ પણ જુના લોકો દ્વારા સમજાવટનો પ્રયત્ન કર્યો હતો, છતાં પણ સમજાવટમાં સફળ ન થતા 0% મતદાન સાથેનું ગામ બન્યું હતું.

આ ગામ 0% મતદાન સાથેનું ગામ બન્યું
ડેડીયાપાડા તાલુકાના સમોટની ચૂંટણી બહિષ્કાર બાબતે ડેડીયાપાડાના પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારી આનંદ ઉકાનીએ જણાવ્યું હતું કે, તેમનો વર્ષો જૂના પ્રશ્ન આ બાબતે માલસામોટ ગામે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જેને કારણે ત્યાં 0% વોટિંગ થયું છે અને બીજા કોઈ પણ જાતના અનિચ્છની બનાવ બન્યા નથી.