Tuesday, December 20, 2022

રાજકોટમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ સાળાએ પૂર્વ બનેવીનું ખૂન કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે પોતાના જ પૂર્વ બનેવીની હત્યા કરનારા આશિષ ધોપાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે.  આ સાથે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજકોટમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. જેથી પોલીસ પણ આમલે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ મામલે પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હત્યાના આરોપીની ધરપકડ કરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 17મી ડિસેમ્બરના રોજ અજાણ્યો વ્યક્તિ રૈયાધારના બાર મળ્યા કોર્ટનના ચોથા માળેથી નીચે પટકાઈને મરણ પામ્યો હોવાની નોંધ પોલીસ ચોપડે નોંધાઈ હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા મરણ જનાર અજાણી વ્યક્તિનું નામ સિકંદર સલીમ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. જો કે આ મામલે પોલીસે હત્યાના આરોપીની ધરકપડ કરવામાં આવી છે.આ પણ વાંચો: ચીનમાં કોરોનાની સ્થિતિ જોઈને કેન્દ્રએ રાજ્યોને કર્યા એલર્ટ

આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

બનાવ બાબતે મૃત્યુ પામનાર સિકંદર સોલંકીના નાનાભાઈ મુસ્તાક સોલંકીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સિકંદર સોલંકીએ આશિષની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ બંનેએ છૂટાછેડા પણ લીધા હતા. જોકે સિકંદર ભાઈ છૂટાછેડા લીધા બાદ પોતાના દીકરાને મળવા પોતાની પૂર્વ પત્નીના ઘરે જતા હતા. ત્યારે પોતાના દીકરાને મળવા જતા હોય છે બાબતે આશિષ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થતાં આશિષે ચોથા મળેથી નીચે નાખી દઈ મારા ભાઈ સિકંદરનું મોત નીપજાવ્યું છે.

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા મુદ્દે કુલપતિ લાલઘુમ

આરોપી આશિષની ધરપકડ કરી કાર્યવાહી

દરમિયાન પોલીસે આરોપી આશિષની ધરપકડ કરતા તેને પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામનાર સિકંદરે મારી બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમજ બાદમાં છૂટાછેડા પણ લઈ લીધા હતા. મૃત્યુ પામનાર અવારનવાર અમારા ઘરે આવી ઝઘડા કરતો હતો. તેમજ જે દિવસે તે મૃત્યુ પામ્યો તે દિવસે પણ તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો અને ઝપાઝપીમાં મેં તેને ધક્કો મારી નીચે પછાડી દેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ સમયે પોલીસ દ્વારા આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભવતઃ કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવશે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Murder case, Rajkot crime news