Wednesday, December 21, 2022

પાવી જેતપુરમાં પોલીસ જવાને બસમાં જ પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી | In Pavi Jetpur, a policeman stabbed his wife to death with a paddle in the bus.

છોટા ઉદેપુર16 મિનિટ પહેલા

પાવી જેતપુરના ભીખાપુરા ખાતે રૂંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં મહિલાને તેના જ પતિએ ભર બપોરે સરેઆમ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલા બસ કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. તે દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતા જ તે દોટ મુકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે તે પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો. જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. જે બાદ કદવાલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડ્યો હતો. તેમજ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

બસમાં જ મહિલા કંડક્ટરની હત્યા

બસમાં જ મહિલા કંડક્ટરની હત્યા

હત્યારો પહેલાથી જ બસની રાહમાં હતો
પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. આજરોજ મંગીબેન નોકરી ફરજ પર હતા, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઉતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો અને પોતાની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાંખીને કરપીણ હત્યા કરી નાખી હતી.

હત્યારો પતિ

હત્યારો પતિ

હત્યારો પહેલાથી જ બસની રાહમાં હતો
પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ કંડક્ટર તરીકે નોકરી કરતાં હતા. તેમનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. જે દરમિયાન મૃતક મંગીબેન પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતા. ત્યારે બપોરના સમયે બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. તે દરમિયાન ચોકડી પર પહેલાંથી જ હત્યા કરવાના ઇરાદે પહોંચેલા પતિએ બસના પેસેન્જર ઉતરી જતાં ચપ્પા સાથે દોડીને બસમાં ચઢી ગયો હતો. મૃતક મહિલા કાંઈ વિચારે અને બોલે તે પહેલાં જ પોતાની પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાંખીને કરપીણ હત્યા કરી હતી. તે બાદ હત્યારો પતિ ત્યાંથી ભાગવા જતા હાજર લોકોએ તેને ઝડપી પાડી અને કદવાલ પોલીસને જાણ કરી હતી.

મહિલાનું બસમાં જ કરુણ મોત

મહિલાનું બસમાં જ કરુણ મોત

પોલીસે આગળની તપાસ હાથ ધરી
બસના મુસાફરો દ્વારા જાણ કરાતા કદવાલ પોલીસ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. જે બાદ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે મહિલાના હત્યા પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી તે જાણવા મળ્યું નથી.

ફરજ પરનો બસ ડ્રાઈવર

ફરજ પરનો બસ ડ્રાઈવર

મેં જોયું તો કંડક્ટર લોહીલુહાણ હતાઃ બસ ડ્રાઈવર
આ બાબતે બસ ડ્રાઈવર રાઠવા રમણભાઈએ જણાવ્યું હતું કે, પાવી જેતપુરથી ભીખાપુર માટે બસ રવાના થઈ હતી. જોકે, ભીખાપુર પહોંચતા જ બસ સ્ટેન્ડ આગળ બસ ઉભી રાખી હતી. તે દરમિયાન મારું ધ્યાન આગળ હતુ. ત્યારે મેં પાછળ વળીને જોયું તો કંડક્ટરને સીટ પર જ ચપ્પુના ઘા માર્યા હતા. ડ્રાઇવર સીટ પરથી ઉતરીને પાછળ આવતા મને વાર લાગી હતું. જ્યારે મેં પછી ઉતરીને જોયું તો કંડક્ટર લોહીલુહાણ હતા. ત્યારબાદ તાત્કાલિક અમે 108ને ફોન કર્યો અને 108 આવે તે પહેલાં મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો…
ઘરકંકાસ ઉગ્ર બનતાં પતિએ ગ્રાઈન્ડરથી પત્નીનું ગળું કાપી નાખ્યું, બાદમાં પોતાના ગળા પર પણ ફેરવી દીધું

ધર્મેન્દ્ર શર્મા, એસ.પી., છોટા ઉદેપુર

ધર્મેન્દ્ર શર્મા, એસ.પી., છોટા ઉદેપુર

હત્યારો પોલીસ પકડમાં

હત્યારો પોલીસ પકડમાં

અન્ય સમાચારો પણ છે…

Related Posts: