Wednesday, December 28, 2022

રાજકોટમાં નકલી દારૂની ધમધમતી ફેક્ટરીમાં ચોકવાનારા કેમિકલ મળ્યા

રાજકોટના નવાગામ વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરીમાંથી ચોકાવનારા કેમિકલ મળી આવ્યા છે. 1020 લિટર સ્પીરિટ, 555 લિટર ડીએમ વોટર અને 500 લીટર જેટલું રમ અને વોડકાનું કેમિકલ મળી આવ્યું છે. આ કેમિકલની મદદથી નકલી દારૂ બનાવવામાં આવતો હતો.

એક્સપોર્ટનું કહેવું છે કે જો દારૂ બનાવતી સમયે સ્પિરિટની માત્રા વધી જાય તો દારૂ લઠ્ઠો બની જતો હોય છે. ત્યારે નવાગામમાં જે જગ્યાએ દારૂ મળી આવ્યો છે ત્યાં મધ્યપ્રદેશનો વતની મોનું આ દારૂ મિક્સિંગનું કામ કરતો હતો. આ નકલી દારૂ રાજકોટના ગ્રામ્ય વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વેચાતો હતો. જો આ દારૂમાં ખામી સર્જાઈ હોત તો અનેક લોકોના જીવ જઈ શકત.

આ પણ વાંચો :  ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં; મંત્રીઓની જિલ્લા પ્રભારી તરીકે નિમણૂંક, જાણો કોને કયો જિલ્લો ફાળવાયો

દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

મુખ્ય આરોપી હસમુખ સાખોરિયા ફરાર છે. તેને ઝડપવા તજવિજ હાથ ધરી છે. હસમુખ ચોઘડિયા એ લિસ્ટેડ બુટલેગર અગાઉ પણ તે સાત વખત અલગ અલગ દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. વિજલન્સના આ દરોડામાં 2045 અસલી દારૂની બોટલ મળી આવી છે. 1054 નકલી દારૂની બોટલ મળી આવી છે. કુલ 3099 બોટલ દારૂ ઝડપાયો છે.  સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ પણ વાંચો :  31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં રમ ધૂસાડવાનો માસ્ટર પ્લાન પોલીસે બગાડ્યો, 10 ડ્રમ કર્યા જપ્ત

આરોપી હસમુખ સોખરિયાએ રોહિત ભુવાનું ગોડાઉન તેમણે ભાડે રાખ્યું હતું બેટરીના પાણી સંગ્રહ કરવાના બહાના હેઠળ આ ગોડાઉન ભાડે રાખ્યું હતું છેલ્લા બે મહિના પહેલા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Bansari Gohel

First published:

Tags: Latest News Rajkot Crime, Rajkot Crime, Rajkot crime news, Rajkot Latest News