અમરેલી16 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં સિંહના આંટાફેરા જાણે હવે સામાન્ય બાબત બની ગઈ છે. રાજુલા પંથકમાં આવેલા પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં એક સિંહ પોર્ટની અંદર ઘૂસી આંટાફેરા કરતો વહેલી સવારે જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સિંહોનું આવનજાવન વધ્યું
પીપાવાવ પોર્ટ સહિત આસપાસના વિસ્તારમાં સિંહોનું આવનજાવન વધ્યું છે. ત્યારે અહીં હાઇવે ઉપરથી સિંહો અવરજવર કરતાં હોય તેવા દ્રશ્યો પણ આવતાં હોય છે. ત્યારે અકસ્માતમાં સિંહોનું મોત પણ નિપજવાની શક્યતાઓ રહેલી છે.
અન્ય સમાચારો પણ છે…