Thursday, December 15, 2022

વાયરલ ફોટો : દરિયા કિનારે દેખાયા એલિયન્સ, હકીકત જાણી ચોંકી ઉઠયા લોકો

હાલમાં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ફોટોમાં કેટલાક એલિયન જોવા મળી રહ્યા છે. પણ આ વાયરલ ફોટો પાછળની હકીકત કઈક જુદી જ છે.

વાયરલ ફોટો : દરિયા કિનારે દેખાયા એલિયન્સ, હકીકત જાણી ચોંકી ઉઠયા લોકો

જાન વોર્સ્ટર મૃત છોડ શેર કરો

છબી ક્રેડિટ સ્ત્રોત: ફેસબુક

સોશિયલ મીડિયા પર રોજ અનેક પ્રકારના ફોટો અને વીડિયો વાયરલ થાય છે. કેટલાક ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દે છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો પોતાની ક્રિએટિવિટી પણ બતાવતા હોય છે. કેમેરાના માધ્યમથી કુદરતની સુંદરતાને અલગ રીતે જોતા હોય છે અને દુનિયાને બતાવતા હોય છે. હાલમાં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ફોટોમાં કેટલાક એલિયન જોવા મળી રહ્યા છે. પણ આ વાયરલ ફોટો પાછળની હકીકત કઈક જુદી જ છે.

દુનિયામાં ઘણી ફોટોગ્રાફી કોમ્પિટિશન થાય છે. આ કોમ્પિટિશનમાં દુનિયાભરથી અનેક અદભુત ફોટોગ્રાફર્સના ચોંકાવનારા ફોટોગ્રાફ્સ આવતા હોય છે. હાલમાં આવો જ એક અદભુત ફોટો દુનિયામાં વાયરલ થયો છે. કહેવાય છે કે કેમેરા પકડનાર દરેક વ્યક્તિ ફોટોગ્રાફર્સ નથી હોતા. ફોટોગ્રાફી માટે ટેલેન્ટની જરુર હોય છે. ફોટોગ્રાફી દરમિયાન ધીરજ, સાચી સમજશક્તિ અને સાચા સમયની ઓળખ કરવાનું ટેલેન્ટ હોવુ જોઈએ. ત્યારબાદ જે ફોટો લોકો સામે આવે છે તે લોકો પ્રભાવિત કરે છે. આ વાયરલ ફોટો પણ કઈ એવો જ છે.


વાયરલ થઈ રહેલા ફોટોમાં એક દરિયા કિનારાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં દરિયામાંથી કેટલાક વિચિત્ર પ્રાણી નીકળતા જોવા મળી રહ્યા છે. આ પ્રાણીઓને ઓક્ટોપસની જેમ ચાર આઠ હાથ છે. તેમના માથા નથી. પહેલી નજરમાં આ તમામ એલિયન જ લાગશે. પણ હકીકતમાં તે કોઈ એલિયન નથી પણ મૃત છોડ છે. તેમને આ રીતે આ સ્થિતમાં જોઈ કોઈ નહીં કહી શકે કે આ છોડ છે. પણ તેમને સાંજના સમયે દરિયા કિનારે એવી રીતે મુકવામાં આવ્યા કે તેને જોઈને લોકો ડરી જ જશે. આ દરિયાઈ છોડનો આ રીતે ફોટો પાડવા પાછળ પણ એક વિશિષ્ટ કારણે છે. ફોટોને કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ એ આ સ્થિતિ એટલા માટે ક્રિએટ કરી હતી જેથી તે પર્યાવરણને થતા નુકશાન વિશે આખી દુનિયાને જણાવી શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જાન વોર્સ્ટર નામના એક ફોટોગ્રાફરે આ ફોટો શેયર કર્યો છે. આ ફોટોને Myrtle Philbeck નામના એક એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Related Posts: