Thursday, December 15, 2022

પોરબંદર રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા અક્ષય કીટ પ્રોજેક્ટ હેઠણ પોષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું, DDO સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં | Porbandar Rotary Club and Innerwheel Club distributed nutritious food kits under Akshay Kit Project, dignitaries including DDO were present.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar Rotary Club And Innerwheel Club Distributed Nutritious Food Kits Under Akshay Kit Project, Dignitaries Including DDO Were Present.

પોરબંદર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી માસિક રૂ.1000 ની ન્યુટ્રીશનલ કીટના વિતરણની જવાબદારી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલા દર્દીઓમાંથી 35 ટીબીના દર્દીઓને આ પોષ્ટિક આહારની કીટ રોટરી ક્લબ અને ઈનરવ્હીલ તરફથી દર મહિને આપવામાં આવે છે. આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલા પોષણયુક્ત આહાર જાતે લઈ સકતા નથી. રોટરી ક્લબ દર મહિને આવી 35 કીટ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરે છે. આ પ્રોજેકટ હેઠળ આ વર્ષનું ચોથુ વિતરણ ડીડીઓ બી.ડી. નિનામા,આસિસ્ટન્ટ ડીડીઓ બી.બી. સિંધુ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી.કરમટાની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.

ઈવેન્ટ દરમિયાન ઈનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ના ચેરમેન સિપ્રા ચક્રવર્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈને તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતુ અને રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના અન્ય સભ્યોને પણ તેમની હાજરી માટે આવકાર્યા હતા. ઇનરવ્હીલ પાસ્ટ પ્રેસિડેન્ટ ઇલા ઠક્કર, ડીડીઓ નિનામા અને આરોગ્ય અધિકારી ડો. કરમટાએ પણ શ્રોતાઓને સંબોધિત કરી અને ટીબીના દર્દીઓને બીમારીને લગતી માહિતી આપી અને વ્યસન મુક્ત થવા વિશેષ કાળજી લેવા વિનંતિ કરી હતી. રોટેરિયન ડો.નિશા માખેચા દ્વારા કીટમાં સામેલ વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા વિશે હાજર દર્દીઓને વિશેષ માહિતી આપી હતી.

સમારોહનું સંચાલન રોટેરિયન રોહિત લાખાણી અને ઇનરવ્હીલ મેમ્બર હેતલ શાહ દ્વારા કરવામાં આવેલું હતું. પ્રોજેક્ટના ચેરમેન રોટેરિયન વિજય મજીઠીયાએ સમગ્ર પ્રોજેક્ટના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષય કીટની આ પહેલને જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠણ જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચા ખાસ હાજર હતા. ઘણા રોટરી સભ્યો અને ઇનરવ્હીલ સભ્યોએ પણ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને ફોલો-અપ્સ ફોર્મ ભરવામાં મદદ કરી હતી. અંતે દર્દીઓને મહાનુભાવો અને બંને ક્લબના સભ્યો દ્વારા પોષણયુક્ત ખોરાકની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…