Header Ads

પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થતાં રાજનાથ સિંહ સહિતના નેતાઓએ કર્યું ટ્વિટ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ” આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.

પીએમ મોદીની માતા હીરાબેનનું નિધન થતાં રાજનાથ સિંહે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીનું નિધન થતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુખ વ્યક્ત કર્યું છે, તેમણે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના માતાશ્રી હીરાબાના નિધનથી મને ઊંડા દુ;ખની લાગણી થઈ છે. એક માનું નિધન કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવી શૂન્યતા લાવે છે, જેની ભરપાઈ અસંભવ છે.

પીએમ મોદીના માતા હીરાબેનના નિધન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો. પૂજ્ય હીરાબા ઉદારતા, સાદગી, પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિમાન હતા. હું પ્રાર્થના કરુ છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે, ૐ શાંતિ.

હીરાબાના નિધન પર માયાવતીએ ટ્વિટ કર્યું

બીએસપી પ્રમુખ માયાવતીએ પીએમ મોદીની માતા હીરાબાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીજીના માતા શ્રીમતી હીરાબેનના નિધનના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડા શોકની લાગણી. ઈશ્વર તેમને અને તેમના ચાહનારા લોકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

Published by:Pravin Makwana

First published:

Powered by Blogger.