Header Ads

જ્યારે હીરાબા છેલ્લી વખત વડાપ્રધાન મોદી સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા

અમદાવાદ:  પીએમ મોદીના માતા હીરાબાનું આજે  વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3.30 વાગ્યે દેહાવસાન થયું છે.  તેઓને નાદુરસ્ત તબિયતના કારણે 28 ડિસેમ્બર 2022ના રોજ આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમના અંતિમસંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને પીએમ મોદી દિલ્હીથી ગાંધીનગર માટે નીકળી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત છે. જેને લઈને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વડાપ્રધાન મોદી હીરાબાની ખબર પુછવા પહોંચ્યા છે. જણાવી દઈએ કે, માતાના 100માં જન્મદિવસ પર વડાપ્રધાને તેમને યાદ કરતા એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે હીરાબા સાથેની અનેક યાદગાર બાબતો જણાવી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બીજી વાર તેઓ મારી સાથે વર્ષ 2001માં જોવા મળ્યાં હતાં. એ સમયે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારંભ બે દાયકા અગાઉ યોજાયો હતો અને એ છેલ્લો જાહેર પ્રસંગ હતો, જેમાં મારી માતા મારી સાથે રહ્યાં હતાં. ત્યારબાદ અત્યાર સુધી તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં મારી સાથે જોવા મળ્યાં નથી.

પીએમ મોદીના માતા હીરાબાના દેહાવસાન વિશે તમામ અપડેટ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને અન્ય એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું જાહેરમાં મારાં તમામ ગુરુજનોનું સન્માન કરવા ઇચ્છતો હતો. હું વિચારતો હતો કે, જીવનમાં મારી સૌથી મોટી ગુરુ મારી માતા છે અને મારે તેમનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે કે, માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.’ મેં મારી માતાને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમને મને કહ્યું હતું કે, “જો ભાઈ, હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે, તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.” મારા તમામ શિક્ષકોનું એ દિવસે સન્માન થયું હતું, એક મારી માતા સિવાય.
આ પણ વાંચો: મારી મા આત્મનિર્ભર હતા, ઘરખર્ચ કાઢવા આજુબાજુના ઘરોમાં વાસણો પણ માંજતા: PM મોદી

PM મોદીએ કહ્યું કે, આ ઉપરાંત કાર્યક્રમ અગાઉ તેમણે મને પૂછ્યું હતું કે, અમારા સ્થાનિક શિક્ષક જેઠાભાઈ જોશીજીના પરિવારમાંથી કોઈ આવ્યું છે કે નહીં. તેમણે મારા પ્રારંભિક શિક્ષણને જોયું હતું અને મને મૂળાક્ષરો પણ શીખવ્યાં હતાં. તેમને જોશીજી યાદ હતાં અને તેઓ જાણતા હતા કે, તેમનું અવસાન થઈ ગયું છે. તેઓ કાર્યક્રમમાં આવ્યાં નહોતાં, પણ તેમણે ખાતરી કરી હતી કે, હું જેઠાભાઈ જોશીજીના પરિવારમાંથી કોઈને બોલાવું.


માતાના શબ્દોને વાગોળતા મોદીએ કહ્યું કે, માતાએ મને શીખવ્યું છે કે, ઔપચારિક શિક્ષણ મેળવ્યાં વિના પણ જીવનોપયોગી શિક્ષણ મેળવવું શક્ય છે. તેમની વૈચારિક પ્રક્રિયા અને દીર્ઘદ્રષ્ટિ મને હંમેશા ચકિત કરે છે. તેઓ એક નાગરિક તરીકે તેમની ફરજો પ્રત્યે હંમેશા જાગૃત છે. ચૂંટણીની શરૂઆત થઈ એ સમયથી તેમણે પંચાયતથી સંસદ સુધી એમ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. થોડા દિવસો અગાઉ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મત આપવા ગયા હતા.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Hiraba, Mother heera Baa, PM Modi પીએમ મોદી

Powered by Blogger.