Monday, December 12, 2022

કેનેડામાં વધુ એક શીખ મહિલાની હત્યા, ઘરમાં ઘુસીને મહિલાને રહેંસી નંખાઇ

હત્યાની (murder) તપાસ ટીમના સાર્જન્ટ ટિમોથી પિરોટીએ કહ્યું કે જો કોઈની પાસે કૌરની હત્યા સાથે જોડાયેલી કોઈ માહિતી હોય તો તે જણાવે.

કેનેડામાં વધુ એક શીખ મહિલાની હત્યા, ઘરમાં ઘુસીને મહિલાને રહેંસી નંખાઇ

કેનેડામાં ભારતીય મહિલાની હત્યા (સાંકેતિક ફાઇલ ફોટો)

કેનેડામાં ભારતીય મૂળની શીખ મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણે તેના પતિની શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરી હતી. જોકે, પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તેને છોડી મૂક્યો હતો. હાલ પોલીસ અન્ય હત્યારાને શોધી રહી છે. સ્થાનિક પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, CBC ન્યૂઝે જણાવ્યું છે કે કેનેડાના સરે શહેરમાં 40 વર્ષીય હરપ્રીત કૌરની હત્યા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

હત્યાની તપાસ ટીમના સાર્જન્ટ ટિમોથી પિરોટીએ કહ્યું કે જો કોઈની પાસે કૌરની હત્યા સાથે જોડાયેલી કોઈ માહિતી હોય તો તે જણાવે. તેનાથી તપાસની પ્રક્રિયા સરળ બનશે. તેમણે કહ્યું કે તેમની ટીમ દિવસ-રાત સતત કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું, ‘આવા ગુનાઓ માત્ર પીડિતાના પરિવાર અને મિત્રો પર જ નહીં પરંતુ સમગ્ર સમુદાય પર ભારે અસર કરે છે. સરેની RCMP વિક્ટિમ સર્વિસ આ બાબતમાં સામેલ છે અને ચોવીસ કલાક ઉપલબ્ધ છે.’

તેણે કૌર અને તેના પતિ વિશે જણાવ્યું કે દંપતીનો કોઈ પણ પ્રકારનો નકારાત્મક પોલીસ સંપર્ક નથી. પરંતુ, ‘જ્યારે પણ ઘરેલુ હિંસાનો મામલો સામે આવે છે, ત્યારે પોલીસ તેને ખૂબ જ ગંભીરતાથી લે છે.’ સરે બ્રિટિશ કોલંબિયાનું એક શહેર છે. અહીંની વસ્તી લગભગ 6 લાખ છે.

પોલીસે જણાવ્યું કે રાત્રે લગભગ 9.30 વાગ્યે તેમને ફોન આવ્યો હતો જ્યાં તેમને છરી વડે હુમલાની જાણ કરવામાં આવી હતી. આ કોલ ન્યૂટન વિસ્તારમાંથી આવ્યો હતો. જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે પીડિતાને ગંભીર ઈજાઓ હતી. મહિલાને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાઓની ગંભીરતાને કારણે મહિલાનું ત્યાં જ મોત નીપજ્યું હતું.

આ પહેલા પણ 21 વર્ષની શીખ મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મિસિસોગાનો આ કિસ્સો છે. પીલ પ્રાદેશિક પોલીસે સોમવારે પીડિતાની ઓળખ પવનપ્રીત કૌર તરીકે કરી અને કહ્યું કે તે ગેસ સ્ટેશનની કર્મચારી છે, સીબીસીએ અહેવાલ આપ્યો છે.

Related Posts: