આ અંગે મળતી માહિતી પ્રમાણે, પકડાયેલી કારનો નંબર GJ 08 CC 2902 છે. આ કાર બનાસકાંઠાના ડીસાના કંસારી ગામથી રજિસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું છે. આ કાર ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈના નામે રજિસ્ટર થઇ હતી. રજિસ્ટર કારનો મોબાઈલ નંબર અંગે ખુલાસો થયો હતો. મોબાઈલ નંબર બસ ચાલક પિરારામ બિશ્નોઈનો હોઈ શકે છે. રાજસ્થાન પેપર લીક કેસમાં બનાસકાંઠા સુધી તાર જોડાયા હોવાની શક્યતા છે. રાજસ્થાનમાં અધ્યાપક ભરતી પરીક્ષામાં પેપર લીક થયું હતું.
રાજસ્થાન પરિવહનની બસમાં પેપર સોલ્વ કરાઈ રહ્યુ હતુ. આર. જે. ટ્રાવેલ્સની બસ રાજસ્થાન પરિવહનમાં કોન્ટ્રાક્ટ પર કાર હતી. બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. કારમાં માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો. સુરેશ પાસે લેપટોપ અને પ્રિન્ટર પણ હતું. સુરેશે રાત્રે બે કલાકે પેપર લીક કર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. વોટ્સએપ પર આવેલા પેપરની પ્રિન્ટ કાઢીને બાદમાં બસમાં ઉમેદવારો પાસે પેપર સોલ્વ કરાયું હતું.
આ પણ વાંચો: Power Corridor: ભુપેન્દ્ર સરકારનો 100 દિવસનો પ્લાન
આપને જણાવીએ કે, 24 ડિસેમ્બરનાં રોજ રાજસ્થાનમાં સેકન્ડ ગ્રેડ ટીચર રિક્રુટમેન્ટ માટેની પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતુ. તેમજ સોશિયલ મીડિયામાં પણ ફરતું થયું. મામલો સત્તાધીશો સુધી પહોંચ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા સરકારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તાત્કાલિક તેને રદ કરવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યની સાથે સાથે સેકન્ડ ગ્રેડ શિક્ષકની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો દૂર-દૂરથી આવ્યા હતા.
રાજસ્થાન શિક્ષક ભરતી: પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન, પકડાયેલી કાર ગુજરાત પાસિંગની #Rajasthan #Gujarat #PaperLeakCase pic.twitter.com/wAP4ZtLyTO
— News18Gujarati (@News18Guj) December 27, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર