Header Ads

દમણમાં થર્ટી ફર્સ્ટની તમામ તૈયારીઓ પૂર્ણ, હોટેલ બુકિંગ ફૂલ થઈ ગયા

વલસાડઃ નવા વર્ષ અને થર્ટી ફસ્ટ ઉજવવા ઉજવવા ગુજરાતીઓ કાશ્મીર અને ગોવા તરફ જવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ સસ્તા બજેટ માટે દમણને પસંદ વધારે કરી રહ્યા છે. પ્રવાસન પર નભતા સંઘપ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓનું આગવું મહત્વ છે, અહીં ક્રિસમસના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે આ વખતે પ્રવાસીઓને આવકારવા અહીંનો હોટેલ ઉદ્યોગ સજ્જ થઇ ગયો છે. પ્રવાસીઓને આકર્ષવા વિવધ પ્રકારની સ્કીમો અને અવનવા પકવાન દ્વારા દરેક હોટેલ દ્વારા તૈયારી આટોપી લેવાઈ છે. દર વખતે માત્ર દક્ષિણ ગુજરાતીઓથી ધમધમતા દમણમાં આ વખતે સમગ્ર દેશમાંથી નવા વર્ષ ને વધાવવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

વિવિધ પાર્ટીનું આયોજન કર્યુ

સંઘપ્રદેશ દમણ પોતાના કુદરતી નજારા માટે જાણીતું છે. દરિયાકિનારે આવેલા દમણમાં દર વરસે હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને, જે લોકોને દરિયાકિનારો આકર્ષે છે તે લોકો માટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા, જેટી અને દમણગંગા નદીના કિનારાનો નયનરમ્ય નજારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો અહીંના જામ્પોર અને દેવકા બીચ દરેક ઉંમરના લોકોનું મન મોહી લે છે. બીચ પર બાળકો અને યુવાનો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ કરી મઝા માણતા હોય છે. અહીં દરિયાકિનારે આવેલી અનેક હોટલો પર રહેવાનો લ્હવો લેવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે આ વખતે ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ થનગની રહ્યો છે. દમણની દરેક હોટેલ દ્વારા બધી જ પ્રકારની તૈયારી પૂર્ણ થઇ ગઈ છે. આ વખતે દમણમાં દરેક પ્રકારના પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ બનવવામાં આવ્યા છે. થર્ટી ફસ્ટની રાત્રે ડીજેનું આયોજન થયું છે.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે

દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ વર્ષની અંતિમ સાંજ દમણમાં પસાર કરવાનું વધારે પસંદ કરે છે. ત્યારે દમણનો હોટલ ઉદ્યોગે પણ પ્રવાસીઓને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જો કે, આ વખતે દેશના અન્ય વિસ્તારોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં થર્ટી ફસ્ટ નાઈટ અને નવા વર્ષની ઉજવણી માટે આવશે. ઉલ્લેખનીય છે કે, દમણમાં દર વખતે નાતાલની રજાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહે છે. જો કે, આ વખતે કોરોનાના સંભવિત ખતરાને લઇને હોટલ ઉદ્યોગ ખાસ કાળજી પણ લઇ રહ્યું છે .

કોરોનાકાળ બાદ પહેલીવાર રોનક

કોરોનાકાળમાં સંઘપ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો. જો કે, ફરી એક વખત મુશ્કેલી બાદ આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે અને દમણના દરિયાકિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો ફરી ક્રિસ્મસ વેકેશન નિમિત્તે આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જામપોર અને દેવકા દરિયાકિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે અને વેકેશનના માહોલમાં મોજ કરી રહ્યા છે. દમણની મોટાભાગની હોટલમાં બુકિંગ ફૂલ થઇ ગયું છે. આ વખતે પાર્ટીઓ અને સ્વાદના શોખીન લોકો માટે પણ વિવિધ હોટેલમાં અલગ અલગ પ્રકારના મેનૂ તૈયાર છે. દર વખતે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીથી લોકો આવતા હોય છે. પરંતુ આવખતે અન્ય વિસ્તારમાંથી પણ લોકો આવવાના છે. ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે.

દમણમાં ઓછા બજેટની સુવિધા

નવા વર્ષ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે માટે જાણીતા ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી છે. જો કે, ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા ગુજરાતીઓ ગોવાને બદલે દમણની મુલાકાત લે છે. ત્યારે સંઘપ્રદેશ દમણનો હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની ગયું છે. વર્ષના છેલ્લા દિવસને સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને ઉજવણીથી આવકારવા પ્રવાસીઓ થનગની રહ્યા છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Vivek Chudasma

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Daman, Daman news, Daman Resort, Valsad news

Powered by Blogger.