Header Ads

સોલા સાયન્સ સીટી રોડનો વિકાસ થતા હજી છ મહિના લાગશે, ડિઝાઇનમાં ફેરફારનું બહાનું કરી અણઘડ આયોજન પર ઢાંકપિછોડો | Sola Science City Road development to take another six months, design change to cover up clumsy planning

અમદાવાદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના સોલાબ્રિજથી સાયન્સ સિટી સરદાર પટેલ રિંગ રોડ સુધીના રોડને BRTS રૂટ અને મિક્ષ લેન, પાર્કિંગ લેન સહિતની સુવિધા સાથે ડેવલોપમેન્ટ કરવાના છેલ્લા બે વર્ષથી ચાલતા કામને વધુ છ મહિના લાગશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને જૂન 2023 સુધીના કામની મંજૂરી આપી દીધી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના અણઘણ આયોજન અને ભાજપના સત્તાધીશોની તેને આપવામાં આવતી મંજૂરીના કારણે કામમાં છેલ્લા ત્રણ વર્ષથી વિલંબ થઈ રહ્યો છે. ડિઝાઇનમાં કરવામાં આવેલા ફેરફારના નામે હજી પણ નવા નવા આયોજન કરી અને છ મહિના કે એક વર્ષ સુધી આ રોડ તૈયાર થાય તેમ લાગી રહ્યું નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મત વિસ્તારમાં પોશ એવા સોલા બ્રિજ થી સાયન્સ સીટી સુધીનો રોડ BRTS રૂટ અને મિક્ષ લેન, પાર્કિંગ લેન સાથે ડેવલોપમેન્ટ કરવા માટે થઈ અને દિગ્વિજય કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને વર્ષ 2020 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે તે કામગીરી બંધ રહી હતી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અણઘડ આયોજનના કારણે ફૂટપાથ ખૂબ જ મોટી કરવામાં આવી હતી તેને ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે કામ સમયસર પૂર્ણ ન થતા નાગરિકોને સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે સોલા સાયન્સ સીટી રોડ પર ફૂટપાટ ખૂબ જ મોટી રાખવામાં આવી હતી તેને હવે નાની કરી દેવામાં આવી છે અને ત્યાં સર્વિસ રોડ પર બનાવવામાં આવશે જેના કારણે લોકોને આવા જવામાં સરળતા રહે.

આ કામગીરીમાં વિલંબ માટે મ્યુનિ. અધિકારીઓએ લૂલો બચાવ કરવા માટે કોરોના, વીજળીની લાઈન, સ્ટ્રોમ વોટ ડ્રેનેજ લાઈન, સહિતના બહાના આગળ ધર્યા છે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં લઈને ડિઝાઈનમાં ફેરફાર કરવાના ‘બહાના’ પણ રજૂ કર્યા છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલી આ વિવાદાસ્પદ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પણ મંજૂરીની મહોર મારી છે અને મ્યુનિ. શાસકોએ તંત્રના ‘કાન’ આમળવાને બદલે મ્યુનિ. અધિકારીઓને ‘સાચવી’ લેવામાં આવ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.