Tuesday, December 20, 2022

દેવાયત ખવડ મારમારીના કેસમાં પોલીસ સમક્ષ હાજર, કહ્યું- સમય આવ્યે જવાબ આપીશ

અંકિત પોપટ, રાજકોટ:  નવ દિવસ બાદ પિંજરે પુરાયા બાદ પણ રાણો રાણાની રીતે હોય તે પ્રકારના અંદાજ દેવાયત ખવડના સામે આવ્યા છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મીડિયા સાથેની વાતચીતમાં દેવાયત ખવડે સમય આવીએ જવાબ આપીશ કહી પોતાના તેવર અને અંદાજ બતાવ્યા છે.

સમગ્ર મામલે મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે ઘટનાને લઇ તમારું શું કહેવું છે. જેના જવાબમાં દેવાયત ખવડે કહ્યું હતું કે સમય આવીએ જવાબ આપીશ. ત્યારે આ જવાબ કઈ રીતે અને કેવી રીતે દેવાયત ખવડ આપશે તે પણ એક હાલ ચર્ચા નો વિષય બન્યો છે. શું દેવાયત ખવડને ખ્યાલ છે કે હત્યાના પ્રયાસના ગુના હેઠળ ઝડપાયેલા અન્ય આરોપીની માફક પોલીસ તેની સાથે કડકાઈ ભર્યું વર્તન નહીં કરે? શું તેના કારણે ક્રાઈમ બ્રાન્ચ થી એ ડિવિઝન સુધી પહોંચતા દેવાયત ખવડના તેવર નરમ નહોતા દેખાઈ રહ્યા?

સામાન્ય રીતે કોઈ ગુનેગાર પોલીસ પાસે પહોંચતા તેના તેવરમાં નરમાઈ જોવા મળતી હોય છે. તેમજ સામાન્ય ભાષામાં કહીએ તો તેના ટાંટિયા પણ ધ્રુજવા લાગતા હોય છે. પરંતુ દેવાયત ખવડ જ્યારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયો ત્યારે પણ તેના ટાંટીયા ધ્રુજતા જોવા નહોતા મળ્યા. તેમજ ક્રાઈમ બ્રાન્ચ થી એ ડિવિઝન સુધી લઈ જતા સમયે પણ તેના તેવરમાં નરમાસ જોવા નહોતી મળી. આ વાત પરથી સમજી શકાય છે કે પોલીસ તેને કડવાણી નહીં ચખાડે તે બાબતની ખાતરી જાણે કે દેવાયત ખવડ ને હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Devatat Khavad VIDEO: નરેન્દ્ર મોદી તો સિંહ છે! કોના બાપની ત્રેવડ છે કે તિરંગો જોઈને…જ્યારે દેવાયત ખવડે કર્યા PMના વખાણ

DEVAYAT KHAVAD CASE: દેવાયત સામેથી શા માટે હાજર થયો? એ ડિવિઝનના બદલે ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચતા રહસ્ય

દેવાયત ખવડ ડાયરામાં પોતાની આગવી શૈલી માટે લોકપ્રિય છે. તેમાં પણ ખાસ કરીને તે પોતાના દર્શકોને પાનો ચઢાવવા માટે જે સાહિત્ય લક્ષી વાતો કરતા હોય તેના કારણે પણ લોકપ્રિય છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Crime case, Devayat Khavad, Rajkot city, Rajkot Crime


Related Posts: