‘સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે’
શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે કાર્યભાર સંભાળ્યો છે. અધ્યક્ષ બન્યા બાદ શંકરભાઈએ સૌ પ્રથમ ન્યૂઝ18 ગુજરાતી ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકશાહીની સેવા કરવાનું કામ છે. સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે. લોકશાહી મળવાની સાથે આપણે ઘણા અધિકારો પણ મળ્યા છે. આ અધિકારોના સદઉપયોગની સાથે દુરુપયોગ ન થાય એ પણ તેટલી જ બાબત છે. વિધાનસભાના કાર્યની સાથે-સાથે બીજા કામો પણ કરી શકાય છે. ખાસ કરીને યુવાનોને જાહેર કાર્ય માટે પ્રેરણા આપી શકાય. બીજાના ભલા માટે જીવવાની પ્રેરણા મળી શકે છે.
આ પણ વાંચો: વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ ત્રણ અપક્ષ ઉમેદવારોએ જાહેર કર્યો ભાજપને ટેકો
‘મારા માટે પણ સદભાગ્ય છે’
એક યુવા વિધાનસભાના અધ્યક્ષ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, યુવાનીમાં માણસ તેને મળેલું કામ વધુ સારી રીતે કરી શકતું હોય છે. આ સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાનું કામ છે. તેમાં પણ આ સમયે કે આ ઉંમરે આપણામાં કામ કરવાનું ઉત્સાહ વધારે હોય, તે સમયે આ કામ મળે તે મારા માટે પણ સદભાગ્ય છે.
સાથે જ તેમણે જણાવ્યું કે, આજના બાળકો જ્યારે 18 વર્ષના થશે અને મત આપવાનો અધિકાર મળશે ત્યારે તેમનું દ્રષ્ટિકોણ અને લોકશાહીની જૂની પરંપરાઓ વચ્ચે અંતર ન રહે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમની વચ્ચે સુમેળ કરી શ્રેષ્ઠ વ્યવસ્થા કેવી રીતે ઉભી કરવી તેનું રોડમેપ તૈયાર કરીશું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર