રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસ ડી.જી.પી. તાલીમના સુપરવિઝનમાં મહિલા એસ.પી. દ્રારા કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસ અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા હોવાની વાત પાયાવિહોણી હોવાનું સામે આવ્યું છે. આ તપાસમાં કથિત રીતે હનીટ્રેપ બિછાવનાર ઘોડે સવારીની તાલીમ લેનારી યુવતી સહિત અનેક લોકો અને IPS અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરી હતી. આખરે આ તપાસના અંતે હનીટ્રેપની વાતો અફવા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: જાણો ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન?
યુવતી એકવાર જ કરાઇ આવી હતી
રાજ્ય પોલીસ વડા તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, અહીં એકેડમી ખાતે માત્ર પોલીસ અધિકારીઓને જ હોર્સ રાઇડિંગની તાલીમ આપવામાં આવે છે. કોઇપણ ખાનગી વ્યક્તિ માટે તાલીમ કોર્ષ ચલાવવામાં આવતો નથી. વધુમાં તે પણ જણાવ્યું હતુ કે, સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધ થયેલા ફોટાવાળી યુવતી કરાઇ ખાતે હોર્સ રાઇડિંગ શીખવતા કર્મચારીના પરિચયમાં છે. જેથી યુવતી માત્ર એક વખત જુલાઇ 2020 એટલે અઢી વર્ષ પહેલા પોતાના ભાઇ અને બહેન સાથે કરાઇ ખાતે ઘોડા પર રાઇડિંગ કરતો ફોટો પડાવવા માટે કરાઇ ગઇ હતી. આ સિવાય તે ફરી ક્યારેય કરાઇ આવી નથી.
આ પણ વાંચો: BSF જવાનની હત્યા કરનાર 7 આરોપીઓની ધરપકડ
વાયરલ ફોટા કરાઇનાં નથી
આ પોલીસ તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવતી અત્યાર સુધીમાં કોઈ IPS અધિકારીને મળી નથી. જે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાંથી માત્ર બે ફોટા જ કરાઈ ખાતેના જુલાઈ 2020ના છે. તે સિવાયના ફોટા અન્ય જગ્યા પર યુવતીએ કરેલી હોર્સ રાઈડિંગના છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટોગ્રાફ પૈકી કેટલાક ફોટોગ્રાફ માઉન્ટ આબુના પણ છે. આ તપાસ દરમિયાન યુવતીના પરિવારના સભ્યોની આશરે 75 પોલીસ કર્મીઓ, ખાનગી વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યાં છે.
ક્યાં ગૂંચવાયું હતું કોકડું?
કરાઇ પોલીસ એકેડેમીમાં આઠ મહિના પહેલા આ હાઇપ્રોફાઇલ હનીટ્રેપની ઘટનાની જાણ થઇ હતી. અહીં ઘણા આઇપીએસ ઓફિસરોને યુવતીએ પોતાની જાળમાં ફસાવી લીધા હતા. હનીટ્રેપ અને રૂપિયાની વસૂલી સાથે જોડાયેલા આ મામલે અંદરખાને ખૂબ ચર્ચા થઇ રહી છે. પરંતુ ફસાયેલા આઇપીએસ ઓફિસર ફરિયાદ કરવાનું ટાળી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓના મેસેજ, ફોટો અને વીડિયો આ યુવતી પાસે છે.
હનીટ્રેપના આ હાઇપ્રોફાઇલ મામલામાં ફસાયેલા છ આઇપીએસમાંથી એક યુવા આઇપીએસના ઘર સુધી મામલો પહોંચ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આઇપીએસ ઓફિસરે એક કરોડ રૂપિયા આપવા પડ્યા. તેમ છતાં પણ આઇપીએસ ઓફિસર ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નથી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Honey trap, અમદાવાદ, ગુજરાત, હનીટ્રેપ