
ભારતીય સ્ટાર વિરાટ કોહલી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)નું દર્દ જોઈને દુઃખી થયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેના માટે એક લાંબી પોસ્ટ શેર કરી હતી.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ફિફા વર્લ્ડકપ જીતવાનું સપનું ફરી એક વાર તુટી ગયું છે. મોરક્કોથી ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હારથી તેને વધુ એક દર્દ મળ્યું છે. આ દર્દની સાથે તે આંખમાં આસુ સાથે મેદાનમાંથી બહાર ગયો હતો. જેને પણ આ નજારો પણ જોયો છે તે રડવા લાગે છે. ભારતીય સ્ટાર વિરાટ કોહલી પણ રોનાલ્ડોના દર્દ જોઈ દુખી થયો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર તેના માટે એક લાંબી પોસ્ટ શેર કરી છે.
કોહલીએ લખ્યું કે, તમે વિશ્વભરના પ્રશંસકો અને આ રમત માટે જે કર્યું છે તેને કોઈ પણ ખિતાબ કે ટ્રોફી ઘટાડી શકે નહીં. જે તમે દુનિયાભરના ચાહકો અને રમત માટે કર્યું છે. લોકો પર તમારો પ્રભાવ અને મારી સાથે દુનિયાના તમામ ચાહકો તમને જુએ છે ત્યારે કોઈ પણ એવોર્ડનું વર્ણન કરી શકાતું નથી. ભગવાને આપેલી ગિફટ છે.
દિલથી રમ્યો રોનાલ્ડો
પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ આગળ લખ્યું કે, એક એવા વ્યક્તિને શુભકામના, જે દરેક વખતે દિલથી રમે છે અને તેની મહેનત, સમર્પણ અને કોઈ પણ ખેલાડી માટે સાચી પ્રેરણાનું પ્રતિક છે. મારા માટે તમે સર્વકાલિન મહાન ખેલાડી છે.
(1/2) કોઈપણ ટ્રોફી અથવા કોઈપણ ટાઇટલ તમે આ રમતમાં અને વિશ્વભરના રમતપ્રેમીઓ માટે જે કર્યું છે તેનાથી કંઈપણ છીનવી શકે નહીં. કોઈ શીર્ષક એ સમજાવી શકતું નથી કે તમે લોકો પર કેવી અસર કરી છે અને જ્યારે અમે તમને રમતા જોઈએ છીએ ત્યારે હું અને વિશ્વભરના ઘણા લોકો શું અનુભવે છે. તે ભગવાન તરફથી ભેટ છે. pic.twitter.com/inKW0rkkpq
— વિરાટ કોહલી (@imVkohli) 12 ડિસેમ્બર, 2022
મોરક્કોએ તોડ્યું સપનું
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોનાલ્ડોનો આ છેલ્લે વર્લ્ડકપ હતો. ક્વાર્ટર ફાઈનલમાં તેની ટીમ પોર્ટુગલને મોરક્કોએ 0-1થી હાર આપી હતી. રોનાલ્ડોને ક્વાર્ટર ફાઈનલમાં શરુઆતની પ્લેઈગ ટીમમાં સ્થાન પણ મળ્યું ન હતુ. તે 51મી મિનિટમાં મેદાન પર ઉતર્યો હતો. તેમણે પોર્ટુગલને જીત અપાવવાની છેલ્લી મિનિટ સુધી પ્રયત્ન કર્યો પરંતુ અમુક તક તે ચુકી ગયો હતો.
રોનાલ્ડોએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
આ સાથે પોર્ટુગલ માટે ક્રિસ્ટયાનો રોનાલ્ડોને વર્લ્ડકપ જીતવાનું સપનું તુટી ગયું, આ હાર બાદ રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી કહ્યું કે, આભાર પોર્ટુગલ અને આભાર કતાર, તેની આ પોસ્ટ બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેનો આ છેલ્લો વર્લ્ડકપ મેચ હતી.