જલેબીને (Jalebi) દેશની રાષ્ટ્રીય મીઠાઈનો દરજ્જો પણ મળ્યો છે. જલેબી માત્ર સ્વાદમાં જ સારી નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કામ કરે છે. કેટલાક લોકો જલેબી ખાય છે પણ તમે ક્યારેય મોટી પિઝા સાઈઝની જલેબી ખાધી છે?

લખનૌમાં વિશ્વની સૌથી મોટી જલેબી
આપણા દેશના લોકોએ દરેક નાની-નાની ખુશીમાં મીઠાઈ ખાવાની આદત બનાવી દીધી છે. લોકો માત્ર તહેવારો દરમિયાન જ નહીં પરંતુ મોજમસ્તી માટે પણ મીઠાઈ મંગાવવાનું ભૂલતા નથી. ખાસ કરીને જ્યારે જલેબીની વાત આવે તો તે દરેક ભારતીયની પહેલી પસંદ હોય છે.આપણે ભારતીયો તેનો સ્વાદ લેવા માટે ઘણા કિલોમીટર દૂર જવા માટે તૈયાર છીએ. દેશમાં ભાગ્યે જ કોઈ એવું હશે, જેણે જલેબી ન ચાખી હોય. જલેબીને દેશની રાષ્ટ્રીય મીઠાઈનો દરજ્જો પણ મળ્યો છે. જલેબી માત્ર સ્વાદમાં જ સારી નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કામ કરે છે. પણ શું તમે ક્યારેય મોટી પિઝા સાઈઝની જલેબી ખાધી છે? જો નહીં, તો આ દિવસોમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હલવાઈ કડાઈમાં મોટી જલેબી બનાવતો જોવા મળી રહ્યો છે. આ માટે કારીગર કપડાની અંદર ભીનો લોટ નાખતા જોવા મળે છે અને પછી તેના પર જલેબીનો મોટો આકાર આપે છે. એટલું બધું કે તે તપેલીની કિનારીઓ સુધી પહોંચે છે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે લાલ ન થઈ જાય ત્યાં સુધી તેને તપેલીમાં રાખે છે. ત્યાર બાદ તેને ખાંડની ચાસણીમાં નાખીને તૈયાર કરવામાં આવે છે. આ જલેબી લખનૌમાં મુનશી પુલિયા ચૌરાહા નામની એક ગલીની દુકાનમાં બનાવવામાં આવે છે. મીઠાઈના શોખીનો માટે 360 રૂપિયાની કિંમત વાળી જલેબી સવારે 8 થી 11 વચ્ચે ઉપલબ્ધ હોય છે.
અહીં, વીડિયો જુઓ
આ વીડિયોને Instagram પર eattwithsid નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, ‘દુનિયાની સૌથી મોટી જલેબી.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 31 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને 10 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.
એક યુઝરે લખ્યું, ‘ભલે તે દેખાવમાં સુંદર લાગે છે, પરંતુ તે બરાબર પાકી નહીં હોય…’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘વિશ્વાસ કરો, કોઈ માણસ નહી ડાયનાસોર જ ખાશે.’ આ સિવાય લોકોએ આના પર કમેન્ટ કરી છે અને પ્રતિક્રિયાઓ આપી છે.