Saturday, December 31, 2022

વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરીથી દીપડો દેખાયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કની આસપાસ ગઈ કાલે મોડી રાત્રે પસાર થતાં પોલીસ જવાન દ્વારા પોલીસ વિભાગને આ જાણ કરતા ગાંધીનગરમાં દીપડો પ્રવેશ્યા હોવાના સમાચાર પૂરજોસમાં પાટનગરમાં ફેલાઈ ગયા હતા. આ મામલે વન વિભાગને જાણ થતા ની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઇન્દ્રોડા પાર્ક અને તેની પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે તપાસ હાથ ધરી હતી.

દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી

ઇન્દ્રોડા પાર્ક અને સંસ્કૃતિ કુંજની પાછળની તરફે નદીની કોતર છે અને નદીનો વિસ્તાર છે. ચાર વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારે આ તમામ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડિવિઝનના ડીએફઓ સહિતના અધિકારીઓએ દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી છે. વન વિભાગના ડીએફો ચંદ્રેશભાઇના જણાવ્યા પ્રમાણે પોલીસ જવાનને દીપડો નજર હબિયાના મેસેજ સામે આવતા વન વિભાગ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યુ

ઇન્દ્રોડા અને સંસ્કૃતિ કુંજની આસપાસના વિસ્તારમાં જંગલ અને કોતર જેવો વિસ્તાર છે. પાછળની તરફ નદીનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં દીપડો આવી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ દીપડાના ફૂટપ્રિન્ટના કોઈ પુરાવા પ્રાપ્ત થતા નથી. વન વિભાગ પણ આસપાસના 14થી 15 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ કરી રહેલું છે. આ સાથે વન વિભાગ દ્વારા દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા માટે વિનંતી

નાગરિકોને પણ અપીલ પણ કરવામાં આવી છે કે, દીપડો આવ્યા હોવાના સમાચારથી વૈભવીત થવાની જરૂર નથી. પરંતુ જો કોઈ વિસ્તારની અંદર દીપડાનું દેખાયાના પુરાવા મળે તો તાત્કાલિક ધોરણે વન વિભાગનો સંપર્ક કરવામાં આવે જેથી કરી વન વિભાગ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી દીપડાને માનવ વસ્તીથી દૂર લઈ જવા માટે પાંજરે કરવામાં આવે. હાલ વન વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, Leopard, ગુજરાત

Related Posts: