- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Anandana Malataj’s Central Bank Manager And Pattawala Scam Of Rs 1.61 Crore, 1 Month Ago Probe Into Embezzlement Of Rs 50 Lakh Reveals Huge Amount
આણંદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટાવાળાએ મિલિભગત કરી રૂ.1.61નું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક મહિના પહેલા રૂ.50 લાખની એફડી ઉપાડી લેવાના મુદ્દે થયેલા હોબાળા બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ખાતેદારોની જાણ બહાર જ તેમના નામે લોન લેવાઇ છે અને એફડીઓ પણ તોડી નાંખવામાં આવી હોવાનું ખુલ્યું છે.
સોજિત્રા તાલુકાના મલાતજ ગામે રહેતા સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીના ખાતામાંથી રૂ.50 લાખની એફડીની ઉચાપત કેસમાં 16મી નવેમ્બર,22ના રોજ શાખાના મેનેજર પ્રવિણકુમાર ઠક્કર (રહે.સહજાનંદ સ્ટેટસ, કરમસદ) અને પટ્ટાવાળા ભરત સવા રબારી (રહે.મલાતજ) સામે ગુનો નોંધાયા બાદ બેંકના બીજા ખાતેદારોના ખાતામાંથી કોઇ નાણાકીય ઉચાપત થઇ છે કે કેમ ? જે બાબતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મલાતજ શાખાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજર પ્રવિણ ઠક્કર અને પટ્ટાવાળા ભરત રબારીની મિલિભગત થકી વધુ રૂ.1.61 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આ પ્રવિણ અને ભરતે ચેકબુક પર ખોટી સહિઓ કરી ખાતેદારોની એફડી ઉપર ડિમાન્ડ લોન લઇ રૂ.56.28 લાખ, ખાતેદારોના એફડીના ખોટા પ્રમાણપત્રો બનાવીને સાચા હોવાનું જણાવી ખાતેદારોના રૂ.62.35 લાખ ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત બચત ખાતાના રૂ.42.32 લાખ, ઇલેક્ટ્રીક બિલના રૂ.20,907, પ્રોફેશનલ ટેક્સના રૂ.3200 મળી કુલ રૂ.1,61,20,022 ઘર ભેગા કરી દીધાં હતાં. આ બન્નેએ ડિમાન્ડ લોન, એફડી બચત ખાતાના રૂપિયા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે સોજિત્રા પોલીસે આશિષ લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવની ફરિયાદ આધારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મલાતજ શાખાના મેનેજર પ્રવિણ છબીલદાસ ઠક્કર અને પટ્ટાવાળા ભરત સવા રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.