Wednesday, December 21, 2022

રાજકોટ ધારાસભ્ય ડો. દર્શિતા શાહ ફેક આઈડી

રાજ્કોટ : ભાજપના રાજકોટનાં ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું છે. જે ધ્યાને આવતા ડો. દર્ષિતા શાહે સોશિયલ મીડિયા મારફતે આઈડી ફોલો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પહેલા પણ રાજકોટમાં એક પીઆઈ તથા કુલ સચિવનું પણ ફેક આઇડી બનાવવામાં આવ્યું હતુ.

ડો. દર્શિતા શાહે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, ઉપરોક્ત અકાઉન્ટ મારા નામે ફેક કોઇએ બનાવેલ છે. તેથી કોઇએ તેને ફોલો કરવું નહીં.

આપને જણાવીએ કે, રાજકોટ જિલ્લાના 8 પૈકી 2 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: ગુજરાત, રાજકોટ


Related Posts: