Wednesday, December 21, 2022

21 year old youth organized the biggest New Year party in Ahmedabad AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: ક્રિસમસ નિમિત્તે શહેરમાં આવેલા નાના-મોટા પાર્ટી પ્લોટમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા રાધિકા પાર્ટી પ્લોટમાં નિશ્ચયન દ્વારા અમદાવાદની સૌથી મોટી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો ખૂબ ઉત્સાહપૂર્વક પરિવાર સાથે ડાન્સ પાર્ટીમાં ભાગ લઈ શકશે.

આ વખતની થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં યંગસ્ટર્સને પસંદ હોય તેવા સોંગની ધુન પર શહેરના ડીજે એ તૈયારી કરી લીધી છે. તેમાં પણ બોલીવુડના હિટ થયેલા સોન્ગ અને રેટ્રોના રિમિક્સ સોંગની ધુમ ગુંજતી જોવા મળશે. તો કેટલાક ડીજે એ અમદાવાદીઓ માટે મ્યુઝિક અને સોંગમાં કંઈક નવું જ કર્યું છે. જેમાં ક્યાંક સરપ્રાઈઝ ક્રાઉડ ટ્રોલ સોંગની મજા પણ માણવા મળશે.

ડીજે પાર્ટીમાં સેલ્ફી બૂથ, ભવ્ય આતશબાજી રહેશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

ઈવેન્ટ આયોજક વર્ધમાનસિંહ ડાભી સાથે વાત કરતા જણાવ્યું કે આ વખતે નિશ્ચયન દ્વારા સિંધુભવન ખાતે યોજાઈ રહેલી ડીજે પાર્ટીમાં અમે ઈન્સ્ટ્રાગ્રામ ઈન્ફ્લુએન્સર બોલાવ્યા છે. જેમાં લાખોમાં ફોલોવર ધરાવતા લોકો અમદાવાદ, મુંબઈ અને કોલકાતાથી આવશે.

ઈવેન્ટ આયોજક દીપ સોલંકી સાથે વાત કરતા જણાવ્યું કે આ ડીજે પાર્ટીમાં લોકોના આકર્ષણ માટે સેલ્ફી બૂથ, ખાણી-પીણીના સ્ટોલ તથા અન્ય સરપ્રાઈઝ થીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવશે.

ઈવેન્ટ આયોજક ધ્રુવ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે આ ઈવેન્ટનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકબીજા સાથે હળીમળીને ન્યુ યર પાર્ટીની ઉજવણી કરે. આ સાથે લાઈવ ડીજે, ડાન્સિંગ લાઈટ તેમજ ભવ્ય આતશબાજી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ઈડીએમ, બીડીએમ, ટેક્નો, ટ્રેપ, ડબસ્ટેપ, હીપહોપ સોંગને ડીજેના ફોર્મમાં રિમિક્સ કરીને તૈયાર કરાયા

ડીજે યશ એ જણાવ્યું કે આ વખતે થર્ટી ફર્સ્ટમાં એકતાનો મેસેજ આપતા બોલિવૂડ સોંગ્સને મિક્સ અને રિમિક્સ કરીને બનાવ્યા છે. આ વર્ષે બોલીવુડના હિટ સોંગ પસંદ કર્યા છે. જેના પર સૌથી વધુ વીડિયો બન્યા હોય તેવા તથા ઈડીએમ, બીડીએમ, ટેક્નો, ટ્રેપ, ડબસ્ટેપ, હીપહોપ સોંગને ડીજેના ફોર્મમાં રિમિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યા છે.

અહીં તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સેલ્ફી બુથ, ભવ્ય આતશબાજી, ડીજે પરફોર્મન્સ, નોન-સ્ટોપ બોલિવૂડ અને પંજાબી ગીતો, ફાયર ડાન્સ, નોનસ્ટોપ ડાન્સ, થીમ ઈવેન્ટ્સ, ફૂડ અને કોલ્ડ ડ્રીક્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

લોકો શું કરે છે?

નવા વર્ષની પૂર્વ સંધ્યા એ ઘણા લોકો માટે મિશ્ર લાગણીઓનો દિવસ છે. એક તરફ વીતેલા વર્ષના અંતની ઉજવણી કરવાનો અને નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. બીજી બાજુ કેટલાક લોકો છેલ્લાં 12 મહિનામાં તેમના જીવનમાં બનેલી ઘટનાઓ પર પ્રતિબિંબિત થતી લાગણી અનુભવે છે. ઘણા લોકો વર્ષના આ સમયે નવા વર્ષના સંકલ્પો વિશે વિચારવાનું શરૂ પણ કરે છે.

કેટલાક લોકો મધ્યરાત્રિની ચર્ચ સેવાઓમાં હાજરી આપીને નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી કરે છે. જ્યારે અન્ય લોકો જૂના વર્ષની અંતિમ સેકન્ડો માટે ગણતરી કરવા માટે જાહેર સ્થળોએ ભેગા થાય છે. ઘણા લોકો અંતિમ વર્ષને વિદાય આપવા અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પાર્ટીઓ રાખે છે. જેમાં અલગ અલગ થીમનું આયોજન કરવામાં આવે છે.

જ્યારે કેટલાક લોકો કોસ્ચ્યુમ પાર્ટીઓ ધરાવે છે. તો કેટલાક લોકોના ઘરે નાની પાર્ટીઓ અથવા મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. ઘણા નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી ફટાકડાના પ્રદર્શનો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

ટિકિટ ચાર્જ : 249

ટિકિટ મેળવવા માટે: પેટીએમ ઈનસાઈડર/ બુક માય શો પરથી મેળવી શકો છો

સમય: 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે શરૂ થશે

સરનામું: રાધિકા પાર્ટી પ્લોટ, સિંધુભવન રોડ, પીઆરએલ કોલોની, બોડકદેવ, અમદાવાદ

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, DJ, Local 18, New year

Related Posts: