Header Ads

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે એ ટ્વિટ કરીને પીએમ મોદીના માતાના નિધન પર સંવેદના વ્યક્ત કરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત અમુક તકલીફો હતી. બુધવારે સવારે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. હીરાબેનના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રાએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીના માતાના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Mother heera Baa, Rahul gandhi latest news, પીએમ મોદી


Powered by Blogger.