Header Ads

PM મોદીનાં માતાનું 100 વર્ષનું પ્રેરણાદાયી જીવન, શું હતું હીરાબાની ફિટનેસનું રહસ્ય? | 100 Years of Inspiring Life of PM Modi's Mother, What Was Hirab's Fitness Secret? Know from the mouth of Prahladbhai Modi's son

  • Gujarati News
  • National
  • 100 Years Of Inspiring Life Of PM Modi’s Mother, What Was Hirab’s Fitness Secret? Know From The Mouth Of Prahladbhai Modi’s Son

17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 100 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ રહેલાં હીરાબાનું સ્વાસ્થ્ય સૌકોઈને ચકિત કરી દે એવું રહ્યું
  • દિવ્ય ભાસ્કરે મોદી પરિવારના સભ્યો સાથે વાત કરી હીરાબાના સ્વાસ્થ્યનું રહસ્ય જાણ્યું હતું

PM નરેન્દ્ર મોદી માટે એક વાત તો બધા માને છે કે તેમની ફિટનેસ ખૂબ જબરદસ્ત છે. તેઓ જ્યારે ગુજરાતના CM હતા ત્યારથી લઈને હાલ PM સુધીની યાત્રામાં તેમની અસાધારણ ફિટનેસની હંમેશાં વાતો થતી આવી છે. દેશ જ નહીં, વિદેશમાં પણ તેમની તંદુરસ્તીની ચર્ચા થાય છે. ફિટનેસ એ મોદી પરિવારની પરંપરા રહી છે.

PM મોદીની જેમ હીરાબાનું સ્વાસ્થ્ય પણ સૌકોઈને ચકિત કરી દે એવું રહ્યું. તારીખ 18મી જૂન 2022, શનિવારના રોજ હીરાબાએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. 100 વર્ષની ઉંમરે પણ એકપણ રોગ કે બીમારીથી દૂર રહેલા હીરાબાનું સ્વાસ્થ્ય છેક સુધી કોઈપણ યુવાનને શરમાવે એવું રહ્યું. એટલે સુધી કે હજુ થોડા દિવસો પહેલાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે વ્હીલચેર પર આવીને મતદાન પણ કર્યું હતું. હીરાબાના શતાયુ પ્રવેશ પ્રસંગે દિવ્ય ભાસ્કરે મોદી પરિવારના સભ્યો સાથે વાત કરી હીરાબાના આ સ્વાસ્થ્યનું રહસ્ય જાણ્યું હતું.

એકપણ પ્રકારની દવા લેતાં નહોતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું, ‘હીરાબાનો કઠોર પરિશ્રમ તેમજ સારા અને હકારાત્મક વિચારોને કારણે જ તેઓ શતાયુ પર પણ અત્યંત સ્વસ્થ રહ્યાં. તેઓ છેક સુધી કોઇપણ પ્રકારની દવા લેતાં નહોતાં. હીરાબાએ અમને સાચું બોલવું, નીડર બનવું અને ખોટા સામે પ્રતિભાવ આપતા શીખવ્યું.’

બહારનો ખોરાક તેમણે ક્યારેય પણ ગ્રહણ કર્યો નહોતો
તેમણે વધુમાં જણાવ્યું હતું, ‘આજના જમાનામાં મોટી ઉંમરના લોકો પણ પાણીપૂરીની લારી પર ઊભા રહીને પાણીપૂરી ખાતા હોય છે, પણ મને યાદ છે ત્યાં સુધી મારાં માતૃશ્રી ચણા ખાય, પરંતુ બહારનું કોઈ પણ પ્રકારનું ભોજન લેતાં નહીં. કોઈ નાસ્તો કરતાં નહોતાં. ‘અવિરત પરિશ્રમ’ એ તેમના મુદ્રાલેખ જેવું હતું. વડનગરમાં એક જ કૂવાના પાણીની દાળ ચડતી હતી. આ કૂવો અમરકોટ દરવાજા પાસે અમથેર માતાના મંદિરની પાછળના ભાગમાં એક ઠાકોરનું ખેતર હતું, ત્યાં આવેલો હતો, જેને પાધેડીનો કૂવો કહેતા હતા. મારાં માતૃશ્રી ત્યાંથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત પાણીને હેલ ભરીને લાવતાં હતાં, જેમાં 15 ફૂટનો ઢાળ પણ ચડતાં હતાં.’

છેક સુધી પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરતાં
આગળ વાત કરતાં કહ્યું હતું, ‘સતત પરિશ્રમી અને સાદું જીવન જીવવાને કારણે તેમની તંદુરસ્તી અમારા કરતાં પણ સારી રહી. તેઓ સાદગીભર્યું જીવન જીવતાં. કોઈ ફેશન અમે અમારા ઘરમાં જોઈ નથી. આજકાલ પ્રથા થઈ ગઈ છે બ્યૂટિપાર્લરની, પણ મને ખબર નથી કે અમારા ઘરમાં આવું કોઈ નાટક થયું હોય. તેમના સાદગીભર્યાં જીવનની અસર અમારા જીવનમાં પણ આવી છે. અમે બધા ભાઈઓ પણ સાદગીભર્યું જીવન જીવીએ છીએ. અમે પણ પરિશ્રમ કરીને જ અમારો જીવનનિર્વાહ ચલાવીએ છીએ. તેઓ કાયમ પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરતાં હતાં.’

નિયમિતતા અને ધાર્મિક સ્વભાવના કારણે સ્વસ્થ રહ્યાં
હીરાબાનાં પરિવારજનોએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું, ‘હીરાબાનો સ્વભાવ હંમેશથી ધાર્મિકતાવાળો રહ્યો. તેઓ જમવાના સમયે રૂમની બહાર આવતાં અને ક્યારેક હીંચકા પર બેસતાં.’ હીરાબાના 100મા વર્ષમાં પ્રવેશ થવાના માનમાં વડનગર ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીનાં પરિવારજનો હાજર રહ્યાં હતાં.

હીરા બાના સ્વાસ્થ્ય માટે વડનગરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલું
નરેન્દ્ર મોદીનાં માતા હીરા બા 100મા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે તેમનાં માનમાં વડાપ્રધાનના વતન વડનગર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ સમાપ્તિ બાદ સ્થાનિક મહોલ્લાના લોકો- આમંત્રિતોએ યજ્ઞની પ્રસાદી લીધી હતી. બીજી તરફ 7 હજાર બાળકોને શીરો અને મગનું ભોજન આપવા માટે પુત્ર પ્રહલાદ મોદી દ્વારા ખાસ આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.