ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત, કયા કન્ટેન્ટ હોય તો રહે છે જોખમ?
આ ઘટના બાદ હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉઝબેકિસ્તાનની સરકારે આરોપ લગાવ્યો છે કે ભારતમાં બનેલ કફ સિરપ DOK-1 MAX પીવાથી તેમના દેશમાં 18 બાળકોના મોત થયા છે
હાલ બનેલી ઘટનાની કફ સિરપ નોઈડાની મેરિયન બાયોટેકમાં બનાવવામાં આવી હતી. ઉઝબેકિસ્તાન સરકારે કહ્યું છે કે નોઈડાની કંપનીમાં બનેલા કફ સિરપમાં ઈથિલિન ગ્લાયકોલની માત્રા ઘણી વધારે હતી, જેના કારણે બાળકોના મોત થયા હતા. આ મુદ્દે ભારત સરકારે કહ્યું છે કે આ સીરપની તપાસ કરવામાં આવશે. જો કોઈ ખામી જણાશે તો કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.
હવે એ જાણવું જરૂરી છે કે આ ઇથિલિન ગ્લાયકોલ શું છે અને કફ સિરપમાં શા માટે વપરાય છે? આ સવાલોના જવાબ જાણવા માટે TV9 ન્યૂઝ દ્વારા એક હેલ્થ એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી હતી.
ઇથિલિન ગ્લાયકોલ શું છે
રાજીવ ગાંધી હોસ્પિટલના ડૉ. અજીત કુમાર જણાવે છે કે ઇથિલિન ગ્લાયકોલ એક પ્રકારનું કાર્બન સંયોજન છે. તેનો ઉપયોગ કફ સિરપને સ્વીટબનાવવા માટે થાય છે. પરંતુ તેની માત્રાનું ધ્યાન રાખવું પડશે. જો કફ સિરપ આ દ્રવ્ય વધુ પડતું હોય તો કિડની ફેલ થવાનું જોખમ રહે છે. જેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે. જો કે તે જરૂરી નથી કે તમામ સીરપમાં ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે. પરંતુ કેટલાક સિરપ એવા છે જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: CHINA COVID Video: ચીનમાં મોતનું તાંડવ! કચરાની જેમ લાશોના ઢગલા, 15 લાખ મોતનો અંદાજ
ઓવરડોઝથી મૃત્યુ થઈ શકે છે
ડૉ. કુમાર કહે છે કે કફ સિરપ DOK-1 MAX પીવાથી બાળકોના મોત થયા છે, પરંતુ એ જરૂરી નથી કે આ કફ સિરપમાં કોઈ ખતરનાક પદાર્થ હશે. કારણ કે કેટલીકવાર સામાન્ય દવાના ઓવરડોઝને કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. શક્ય છે કે ઉઝબેકિસ્તાનમાં બાળકોએ કફ સિરપનો ઓવરડોઝ લીધો હોય, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હોય. એટલા માટે એ કહેવું યોગ્ય નથી કે ભારતની કંપનીમાં બનતું કફ સિરપ ખરાબ છે. હાલ તે તપાસનો વિષય છે.
ડૉક્ટરની સલાહ વિના સિરપ ન લો
ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો મેડિકલ સ્ટોર પર જઈને જાતે જ કફ સિરપ લાવે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બાળકોમાં વધુ આડઅસર થઈ શકે છે. તેથી, જો ખાંસી અથવા શરદીની ફરિયાદ હોય, તો પહેલા ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ દવાનું અથવા કફ સિરપનું સેવન કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Children, Children Health, Cough, Health આરોગ્ય
Post a Comment