Know how Bhavnath Kavo is and how it is made apj – News18 Gujarati
કાવો કઈ રીતે બને છે
કાબો બનાવવા માટે આદુ, લીંબુ ,જલજીરા ,મસાલો ,મીઠું, લિંડીપીપર સહિતની અનેક વસ્તુઓ નાખી અને આયુર્વેદિક ઉકાળા માફક બનાવવામાં આવે છે.લોકોને કડકડતી ઠંડીમાં તેનો સ્વાદ ખૂબ અનુકુળ આવે છે.
ભવનાથમાં કાવાની 25 થી 30 લારી
તમારા શહેરમાંથી (જુનાગઢ)
ભવનાથમાં પ્રવેશ કરતા જ 25 થી 30 લારીઓમાં કાવાનું પ્રમાણમાં વેચાણ થાય છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં સારી ક્વોલિટી વાળો અને આરોગ્યને અનુકૂળ કાવો કેમ ઓળખવો તે પણ જરૂરી છે.
શું કહે છે આયુર્વેદિક ડોક્ટર
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કહ્યું હતું કે,જેને શરદી , ઉધરસ , કફ , તાવ સહિતની તકલીફ હોય તેને કાવો પીવાથી મહદ્ અંશે રાહત થાય છે.
કાવોએ એક આયુર્વેદિક ઉપચાર છે. તેથી આયુર્વેદિક ઉપચારથી શરીરમાં ઘણો ફાયદો મળી રહે છે.
પિત્તના દર્દીઓ માટે અનુકૂળ નથી કાવો
પિત્તના દર્દીઓ અને લોકોને શરીરમાં ગરમી રહેતી હોય તેવા લોકો માટે કાવો અનુકૂળ નથી. તેવા લોકોએ કાવાનું સેવન ન કરવું જોઈએ. શિયાળામાં દરેક વ્યક્તિ માટે કાવો સારો જ હોય છે.
ઠંડીની સીઝનમાં ગરમ કાવો પીવાથી લોકોને શરીરમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી શરીરને ઠંડી સામે શરીરને રક્ષણ મળે છે.
રજાના દિવસોમાં ભરપૂર ભીડ
રજાના દિવસોમાં તથા રાત્રિના સમયે કાવો પીવા માટે લોકોની ભારે ભીડ જામે છે. શનિવાર તથા રવિવારે લોકો પરિવાર સાથે ઉમટી પડે છે અને કડકડતી ઠંડીમાં ગરમાગરમ કાવો પીવાની મજા માણે છે. અઠવાડિયામાં બાકીના દિવસોમાં રાત્રિના દસ વાગ્યે ભીડ જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Helth, Junagadh news, Local 18
Post a Comment