કેટલાક એવા વીડિયો હોય છે જેને તમે વારંવાર જોવાનું પસંદ કરશો. આવો જ એક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જે એક યુવતી સાથે સંબંધિત છે. આમાં જોઈ શકાય છે કે જ્યારે તેને બસમાં સીટ ન મળી ત્યારે યુવતીએ એવો જુગાડ લગાવ્યો કે તેને તરત જ સીટ મળી ગઈ.

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું વાયરલ થઈ જાય તે વિશે કંઈ કહી શકાય નહી. કેટલાક વીડિયો તમને એક જ વારમાં ચોંકાવી દે છે, જ્યારે કેટલાક એવા વીડિયો હોય છે જેને તમે વારંવાર જોવાનું પસંદ કરશો. આવો જ એક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જે એક યુવતી સાથે સંબંધિત છે. આમાં જોઈ શકાય છે કે જ્યારે તેને બસમાં સીટ ન મળી ત્યારે યુવતીએ એવો જુગાડ લગાવ્યો કે તેને તરત જ સીટ મળી ગઈ અને બાકીના લોકો તેને જોતા જ રહી ગયા. જોકે આ ખુબ જોખમી પણ છે બસમાં ચડવાના ચક્કરમાં યુવતી બસના ટાયરમાં પણ આવી શકે તેમ હતી. જ્યારે લોકોએ પણ આ વીડિયોમાં કમેન્ટ્સ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
યુવતીએ બસમાં જગ્યા મેળવવા માટે લગાવ્યો જુગાડ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા મુસાફરો બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઉભા છે. થોડી વાર પછી બસ ત્યાં આવે છે અને બધા તેમાં ચઢવા લાગે છે. બસ પહેલેથી જ ભરેલી છે. ત્યારે જ કેમેરાનું ફોકસ એક છોકરી પર જાય છે. જે બસની રેલિંગ પકડી બસમાં બેસી જાય છે ત્યારે આસપાસ ઉભા લોકો આ યુવતીની હરકત જોતા જ રહી જાય છે.
આ દ્રશ્ય જોઈને સ્થળ પર હાજર લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. યુવતીનો આ વીડિયો ghantaa નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો પર નેટીઝન્સ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ કમેન્ટ્સમાં કહી રહ્યા છે કે જો આ યુવતી સાથે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો બિચારા ડ્રાઈવરની જીંદગી ખરાબ થઈ જાત.
જોકે જીવ જોખમમાં મુકી આ પ્રકારે બસમાં પ્રવેશ ન કરવો જોઈએ. આમા કોઈ દુઘર્ટના પણ બની શકે છે અને યુવતીનો જીવ પણ જઈ શકે છે ત્યારે કોઈ લોકો આ વીડિયોને ફની રીતે જોઈ રહ્યા છે તો કોઈ આ વીડિયો જોઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.