હીરાબા માટે નરેન્દ્ર મોદી પીએમ બન્યા તે ક્ષણ મોટી નહોતી
પીએમ મોદીએ કહ્યો હતો આ કિસ્સો
પીએમ મોદીએ ખુદ એક ઈન્ટરવ્યૂમાં બતાવ્યું હતું કે, તેમની માતા માટે મોટો અવસર એ નહોતો કે, જ્યારે હું વડાપ્રધાન બન્યો હતો, પણ એ હતી જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો અને શપલ લીધા હતા. થોડા વર્ષ પહેલા પીએમ મોદીએ બતાવ્યું હતું કે, તેઓ સીએમ પદવા શપથ લેતા પહેલા માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ઘણા લોકો મને પુછે છે કે, જ્યારે હું પીએમ બન્યો તો મારી માતાને કેવો અહેસાસ થયો હતો. તે સમયે મારી તસ્વીરો છપાઈ રહી હતી. ચારે તરફ ખૂબ ઉત્સાહનો માહોલ હતો. પણ મને લાગે છે કે, મારી માતા માટે સૌથી મોટી ઉપલબ્ધી એ હતી, જ્યારે હું સીએમ બન્યો હતો.હ્યૂમન્સ ઓફ બોમ્બે સોશિયલ મીડિયા પેજ પર પ્રકાશિત ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ બતાવ્યું કે, તે સમયે તેઓ દિલ્હીમાં રહેતા હતા, જ્યારે ખબર પડી કે, તેમને ગુજરાતની ટોપ પોસ્ટ મળવાની છે. શપથગ્રહણ સમારંભ પહેલા તેઓ અમદાવાદમાં પોતાની માતાને મળવા ગયા. જ્યાં તેમના ભાઈ સાથે માતા રહેતા હતા. જ્યારે પીએમ મોદી અમદાવાદ હોંચ્યા તો જશ્ન શરુ થઈ ચુક્યો હતો. હીરાબેન મોદીને પહેલાથી ખબર હતી કે, તેમનો દીકરો રાજ્યનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે.
તું હવે ગુજરાત આવતો રે…
મોદીએ જણાવ્યું હતું કે, માતાએ મારી તરફ જોયું અને ગળે લગાવી કહ્યું કે, સૌથી સારી વાત એ છે કે, તું હવે ગુજરાત પાછો આવી જઈશ. આ માનો પ્રેમ હતો. તેમને તેનાથી કોઈ મતલબ નહોતો કે શું થઈ રહ્યું છે. તેઓ બાળકોને પોતાની નજીક રાખવા માગતા હતા.
પીએમ મોદીની માતાએ ત્યારે તેમને એક મંત્ર પણ આપ્યો હતો, જેને તેઓ હંમેશા યાદ રાખ્યો. પ્રધાનમંત્રી જણાવે છે કે, તેમણે કહ્યું કે, જો ભાઈ, મને નથી ખબર કે તું શું કરીશ, પણ વચન આપ કે, તું ક્યારેય લાંચ નહીં લે, આ પાપ ક્યારેય ન કરતો. મોદીએ જણાવ્યું હતું કે, માતાના એ શબ્દોનું ખૂબ જ મહત્વ હતું. એક મહિલા જેણે આખું જીવન ગરીબીમાં વિતાવ્યું અને જેની પાસે ક્યારેય ભૌતિક સુખ-સુવિધા નહોતી. તે મને લાંચ ન લેવાની સલાહ આપી રહી હતી.
મોદીએ આગળ કહ્યું હતું કે, પહેલાના સમયમાં જ્યારે કોઈ મારી માતાને કહેતું કે, મને કોઈ નોકરી મળી ગઈ છે, તો તે આખા ગામમાં મિઠાઈ વહેંચતી હતી. ત્યારે આવા સમયે જો પોતાનો દીકરો સીએમ-પીએમ બની જાય તો, તેમના માટે કોઈ મહત્વ નહોતું. મોદીના પિતાની ચાની દુકાન હતી અને રેલવે સ્ટેશન પર તેઓ ચા વેચતા હતા. પ્રધાનમંત્રી મોદીના પિતાનું નિધન 1989માં થઈ ગયું હતું. ત્યાર બાદ હીરાબાએ આખા પરિવારને સંભાળ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment