નવાગામમાં સ્પિરિટ ઉમેરવામાં આવતું હતું
મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશમાંથી રાજકોટ દારૂ લાવવામાં આવતો હતો. નવાગામમાં તેમાં સ્પિરિટ ઉમેરવામાં આવતું હતું. ત્યારબાદ સ્પિરિટની માત્રામાં વધારો કરીને દારૂને માર્કેટમાં વેચવા માટે મૂકાતો હતો. હાલ પોલીસ આ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી છે. પોલીસે દારૂનો સપ્લાય કોણ કરતું હતું એ મુદ્દે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કયા-કયા વિસ્તારમાં દારૂ સપ્લાય કરવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ દારૂની હેરફેર માટે બુટલેગરનો વિચિત્ર કીમિયો
અનેક સવાલો ઊભા થયા
તો બીજી તરફ સવાલ એ પણ છે કે, દારૂ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો તો છેક રાજકોટ સુધી પહોંચ્યો ત્યાં સુધી વચ્ચે કેમ પકડાયો નહીં. 31મી ડિસેમ્બરને કારણે હાલના દિવસોમાં સામાન્ય દિવસ કરતાં પણ વધુ પોલીસ તપાસ છે. ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને, ચેકપોસ્ટ પર તો પસાર થઈ રહેલા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂ સપ્લાય કરનારા ખેપિયા હજુ સુધી પકડમાં ન આવ્યાં તેનું કારણ શું? કે પછી આ સપ્લાયમાં કોઈ મોટું સેટિંગ થયું છે? હાલ આ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સોસાયટીમાં દારૂ મહેફીલ પર મહિલાઓનો હલ્લાબોલ
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટમાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લિસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરીઓ કિશોરભાઈ માંડલિયાને ત્યાં દરોડો પાડી 1285 લીટર દેશી દારૂ સહિત કુલ 1.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા જિલ્લા પોલીસની કાર્યવાહી અને કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot Crime, Rajkot crime branch, Rajkot crime news, Rajkot News, Rajkot police, State Monitoring Cell