Tuesday, December 27, 2022

વલસાડ SOGની ટીમે 81 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી કરી, વલસાડ સેશન્સ કોર્ટે નામંજૂર કરી | Accused caught with 81 kg ganja by Valsad SOG team's bail application to be released from jail, Valsad Sessions Court rejects

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Accused Caught With 81 Kg Ganja By Valsad SOG Team’s Bail Application To Be Released From Jail, Valsad Sessions Court Rejects

વલસાડ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ SOGની ટીમને ધરમપુર ચોકડી પાસેથી એક કારમાં બનાવેલા ચોર ખાનામાં સંતાડી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOGની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. તે કેસમાં સિટી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો.

ઓરિસ્સાના 2 આરોપીની ધરપકડ કરી હતી
વલસાડ SOGની ટીમને એક કાર (MH-04-DJ-0899)માં બનાવેલા ચોર ખાનામાં ઓરીસાથી ગાંજાનો જથ્થો ભરી કારચાલક મુંબઈ થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ SOGની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળી કારને અટકાવી કારમાંથી 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે SOGની ટીમે ઓરિસ્સાના 2 આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ સિટી પોલીસ મથકે ગુનોં નોંધી આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.

આરોપીએ જલમાંથી મુક્ત થવા અરજી કરી હતી
વલસાડ સિટી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ કેસમાં સંડોવાયેલા આરોપી અલ્તાફ શેખે આજરોજ જેલમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…