ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધર્મના નામે ધતિંગ કરતા ભુવાની કાળી કરતૂતો સામે આવી છે. જેમાં તે મહિલાઓને તેમના દુખ દૂર કરવાના બહાને મહિલાઓને વેશ ધારણ કરી ધૂણીને મહિલાઓ સાથે શારીરિક અડપલાંઓ કરતો હતો.વિજ્ઞાન જાથાએ આ પાખંડી ભૂવાઓને ઝડપી પોલીસને હવાલે કર્યો છે.
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધર્મના નામે ધતિંગ કરતા ભુવાની કાળી કરતૂતો સામે આવી છે. જેમાં તે મહિલાઓને તેમના દુખ દૂર કરવાના બહાને મહિલાઓને વેશ ધારણ કરી ધૂણીને મહિલાઓ સાથે શારીરિક અડપલાંઓ કરતો હતો. કેટલીક મહિલાઓને આ ભૂવાના ધતિંગ સમજાઈ જતાં વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો અને વિજ્ઞાન જાથાએ આ પાખંડી ભૂવાઓને ઝડપી પોલીસને હવાલે કર્યો છે.
જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમા આવેલ વધીયા મહુડી ગામમા ધર્મના નામે ધતિંગ કરતા હોવાની જાણકારી ભારત વિજ્ઞાન જાથાના ટીમને ભોગ બનનાર કેટલીક મહિલાઓ દ્વારા જાણકારી મળી હતી .અહી કેટલાક લોકો પોતાના દુઃખ દર્દથી મુક્તિ પામવા માટે આવતા હોય છે. પણ અહી આવતી કેટલીક મહિલાઓને આ ભૂવો કે જે મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો દાવો કરે છે તેનો કડવો અનુભવ થયો છે.
દુઃખ મટાડવા છેક રાજકોટથી બે મહિલાઓ આવી હતી તેમની સાથે આ પુરુષના વેશમાં રહેલી આ મહિલાઓએ શારીરિક અડપલા કર્યા હતા.જેથી આ ભૂવો ખોટા ધતિંગ કરતો હોવાનું લાગતા અન્ય કોઈ મહિલા આ પાખંડી ભુવાના સકાંજામાં ના આવે તે માટે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો અને તેઓ જાતે ભુવાના સ્થાન પર આવી જે મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા તે આક્રોશમાં આવી જઇ ભુવાને લાફા પણ જીકી દીધા હતા જોકે વિજ્ઞાન જાથાની ટીમે તેમને અટકાવ્યા હતા.