કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા

કેતન પટેલ, સુરત: સુરત જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના પાકમાં મધિયો નામનો રોગ આવતા આ વર્ષે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવારો આવે તેવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. હાલ મધિયો રોગ આંબાના મોરને નુકશાન કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આંબા પર આવેલા કેરીના મોર પર જો આ રોગ આવે તે, કેરીનો ફાલ બેસતો નથી, જેથી ખેડૂતો નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

કેરીના પાકને લઈને સુરતના ખેડૂતો ચિંતામાં

સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીઓનું મોટ પ્રમાણમાં ઉત્પાદ મેળવતા હોય છે. તેમાંથી જે પણ આવક થાય તેનાથી તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતો પર દવાનો ખર્ચો વધી ગયો છે. જેથી આ વર્ષ કેરીનો પાક ખોટમાં જશે તેવું લાગી રહ્યું છે. મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયો યાને મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય કે રાખમાં પરિવર્તિત થઈ જાય છે, જેથી કેરીનો પાક બળીને રાખ થઈ જાય છે.આ પણ વાંચો: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પતંગ કાઢવા જતા ત્રીજા માળેથી પટકાયું બાળક

રોગ આવતા આંબાનો પણ મોર ખરી ગયો

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ખેડુતને ઇદ્રિશ ભાઈ મલેકને ખેતરમાં 300 જેટલા આંબા છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના આંબાઓના પાન કાળા પાડી રહ્યા છે અને આંબાનો પણ મોર ખરી રહ્યો છે. ખેડૂતે આ બાબતે માહિતી મેળવતા આ રોગનું નામ મધીયો હોવાનું જાણવા મળ્યું હતું, આ રોગનો નાશ કરવા ખેડૂતે અત્યાર સુધીમાં ૩૫ હજાર રૂપિયાનો ખર્ચ દવા પાછલ કર્યો છે. ખેડુતને આ વર્ષે કેરીના પાકમાં ખોટ જશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: કિસ્મતનું ‘કાર’નામુઃ એક સરખી કાર અને બેફામ સ્પીડ, ઋષભ પંત બચ્યા અને સાયરસ મિસ્ત્રી નહીં

કેરીના પાકને બચાવવા મોંઘી દવાઓનો ઉપયોગ

આ સાથે સાથે તો બીજી તરફ આ વર્ષ બરોબર ઠંડી નહિ પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સીઝનમાં ભાવ નહિ મળે તેવું લાગી રહ્યું છે. એક બાજુ મધિયો રોગ અને બીજું બાજુ કડકડતી ઠંડી નહિ પડતા ખેડૂતોને આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જશે તેવું લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગી કરી રહ્યા છે. પરંતુ આખરે દવાના કારણે ક્યા સુધી પાકને બચાવી શકાશે. કારણ કે, દવાનો ખર્ચ ખેડૂતોને ભારે નુકશાન કરી શકેલ તેમ છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Farmers News, Kesar mango, Surat news, ગુજરાત

Previous Post Next Post