Monday, December 19, 2022

લુણાવાડા પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, સ્વેટર અને ધાબળા કલેકટર હસ્તે વિતરણ કરાયા | Books, sweaters and blankets were distributed to the children of Lunawada Primary School by the collector

મહિસાગર (લુણાવાડા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લુણાવાડા લાયન્સ ક્લબ દ્વારા લુણાવાડા તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમના પિતા ન હોય તેવા 686, માતા ન હોય તેવા 277 અને માતા-પિતા બંને ન હોય તેવા એમ કુલ 1113 જેટલા અનાથ બાળકોને કલેકટર મહિસાગરના હસ્તે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચોપડા, સ્વેટર અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ દાનના મુખ્ય દાતા ડૉ.આર.બી.પટેલ દ્વારા રૂ.2,80,000 જેટલા ખર્ચે લુણાવાડા તાલુકાની 150 જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ બાળકોને જરુરિયાત ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ બાળકોને દત્તક લઈ ડોક્ટર-એન્જિનિયર બનાવવા માંગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આચાર્ય તથા શિક્ષકોએ શિક્ષણ સાથે લાગણીઓની હુંફ પણ બાળકોને આપવી જોઈએ.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડી.ડી.ઓ, લાયન્સ ક્લબના પ્રમુખ ભરત ભોઈ, સેક્રેટરી ધિરેન મહેતા, ટ્રેઝરર ડૉ.દિવ્યાંગ પટેલ, જોઇન્ટ સેક્રેટરી, સભ્યઓ, શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…