અમદાવાદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને નિયત કડી શકાય છે. 1 ઓક્ટોમ્બર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેમાં અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત બાદ આજદિન સુધી 1288 જેટલી ઓનલાઇન અરજીઓ ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં આવતા ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર, મણીનગર, લાંભા, વટવા, ઇસનપુર, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાંથી સૌથી વધારે અરજીઓ આવી છે.
ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકો દ્વારા ઓનલાઇન અરજીઓ કરી અને બાંધકામને નિયત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં આજ દિન સુધી 1288 જેટલી અરજીઓ આવી છે જેમાં પૂર્વ ઝોનમાંથી 337 અને દક્ષિણ ઝોનમાંથી 285 જેટલી અરજીઓ સૌથી વધુ આવી છે. સૌથી ઓછી માત્ર 77 અરજી ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવી છે. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના દરેક ઝોનના અધિકારીઓથી લઇ ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસકો ના ધ્યાનમાં પણ આ ગેરકાયદેસર બાંધકામોની માહિતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવાની જગ્યાએ તેમની સાથે ગોઠવણ પાડી અને હપ્તા સિસ્ટમ ચાલતી હતી.
શહેરના કોટવિસ્તાર ગણાતા એવા મધ્યઝોનમાં જ 132 જેટલી ગેરકાયદેસર બાંધકામની અરજીઓ આવી છે. મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો અંગે અનેક ફરિયાદો અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી હવે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવતાની સાથે જ આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોએ નિયત કરવા માટે અરજી કરી છે. સૂત્રો મુજબ સરકારના આ ઇમ્પેક્ટ ફી ના કાયદા અને જે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા છે તેને હવે કાયદેસર ગણવા માટે ખુદ ભાજપના જ કોર્પોરેટરો લોકોને જઈ અને જાહેરાત કરશે કે આ ગેરકાયદેસર બાંધકામને ઇમપેક્ટફી ભરી તમે કાયદેસર કરો. દરેક ઝોનના કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને આ ઇમ્પેકટ ફીને લઇ હોડિંગ્સ લગાવશે અને જાહેરાત કરશે
ઈમ્પેક્ટ ફીના દર
50 ચો.મી. રૂ. 3000100 ચો.મી. સુધી રૂ.3000 ઉપરાંત વધારાના રૂ. 3000200 ચો.મી. સુધી રૂ. 6000 ઉપરાંત વધારાના રૂ. 6000300 ચો.મી.સુધી રૂ. 12000 ઉપરાંત વધારાના રૂ. 6000300 ચો.મી.થી વધુ માટે રૂ. 18000 ઉપરાંત વધારાના પ્રત્યેક ચો.મી. દીઠ રૂ.150
શું નિયમિત થઈ શકશે નહીં
1.0 થી ઓછી FSI હોય, રહેણાંક સિવાય કોમર્શિયલ, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક બાંધકામોમાં મળવાપાત્ર FSI કરતાં 50 ટકાથી વધુ FSI થતી હોય, પ્લોટ હદની બહાર નીકળતા પ્રોજેક્શન, પાણી, ડ્રેનેજ, ઈલેક્ટ્રીક અને ગેસ લાઈન જેવી યુટિલિટી પર થયેલા બાંધકામો, સરકારી સ્થાનિક સત્તામંડળ, ચોક્કસ હેતુ માટે સંપાદિત કે ફાળવાયેલ, જાહેર રસ્તા, તળાવ, નદી, રમત ગમતના મેદાન, વગેરે જમીન પરના બાંધકામ
