પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે બેઠક યોજી, ચૂંટણી સમયે આપેલા વચન પરિપૂર્ણ કરવા કટીબદ્ધતા વ્યક્ત કરી | Cabinet Minister Balwatsinh Rajput held a meeting at the Patan district BJP office, expressing his determination to fulfill his election promises.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Cabinet Minister Balwatsinh Rajput Held A Meeting At The Patan District BJP Office, Expressing His Determination To Fulfill His Election Promises.

પાટણ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં પ્રચંડ જનસમર્થન મળ્યું છે. ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી બે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા હતા. જેમાં સિદ્ધપુરમાં ભાજપના બળવતસિંહ રાજપૂત અને રાધનપુરમાં લવિંગજી ઠાકોર વિજયી બન્યાં હતા. આ વચ્ચે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત આજે પાટણની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી વિજય થયા અને ત્યારબાદ કેબિનેટ મંત્રીનું પદ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત તેઓ આજે પાટણના ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાજ્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી. કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બા નું અવસાન થતા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, જિલ્લાના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા અને શક્ય હોય તેટલો પ્રયત્નશીલ રહેવા મહિનામાં એક વખત લોકોને મળશે અને પ્રશ્નો સાંભળશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post