અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માથાભારે શખ્સો દ્વારા અલગ અલગ જગ્યાએ તોડફોડ કરવાના તેમાં છેડતી કરવાનો બનાવો બન્યા છે. આ સમગ્ર મામલે પોલીસ એકશન લે તે પહેલાં બીજી જગ્યાએ બનાવ બની જાય છે. આવો જ એક બનાવ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં બન્યો છે. જ્યાં એક માથાભારે શખ્સે હાથમાં તલવાર જેવી વસ્તુ લઈને કોઈના ધંધા રોજગાર પર તો ક્યાંક રસ્તા પર લારી પર તલવાર જેવી વસ્તુ મારતો દેખાઈ છે. આ સમગ્ર મામલો સીસીટીવીમાં ક્યાં થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

માથાભારે શખ્સ તલવાર લઈ રસ્તા પર ઉતર્યો
અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલી કમાલ ધોબીની ચાલીમાં એક માથાભારે શખ્સ તલવાર જેવું હથિયાર લઈને બહાર નીકળે છે તેવા સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીમાં તે પોતાના હાથમાં તલવાર જેવી વસ્તુ લઇને જતા દેખાય છે. આ શખ્સ પહેલાં એક ઘરમાં જય છે. જ્યાં એક યુવક કામ કરતો હોય છે.

ટપોરીએ તોડફોડ કરવાની સાથે યુવકને માર માર્યો
જોકે, ત્યાં કામ કરતો યુવક કઈ સમજે તે પહેલાં જ તે તોડફોડ કરવા લાગે છે. અને થોડી વારમાં તે અલગ અલગ જગ્યાએ તલવાર વળી વસ્તુથી હુમલો કરે છે જેનથી ત્યાં વસ્તુ તૂટી જાય છે. એટલું જ નહીં આ જગ્યાએ બેઠેલો વ્યક્તિ ગભરાઈ જય છે. ત્યારબાદ આ ટપોરી અન્ય જગ્યાએ પણ તોડફોડ કરવાની સાથે યુવકને માર મારે છે.

તલવાર લઇ ખાણીપીણીની લારી પર હુમલો કર્યો
આ ટપોરીના આ જ વિસ્તારમાં અન્ય એક જગ્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં તે તેના બન્ને હાથમાં હથિયાર લઈને નીકળે છે. જ્યાં તે સામાન્ય ખાણીપીણીની લારી પર હુમલો કરે છે. આ બધાની સાથે તે અન્ય લોકોને ડરાવવા પ્રયાસ કરે છે. આ ટપોરીના સીસીટીવી અન્ય જગ્યાએ પણ વાયરલ થતા પોલીસે હાલ આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.