Nidhi Dave, Vadodara: વડોદરામાં ક્રિસમસની તૈયારીઓ નવેમ્બર મહિનાના અંતથી શરૂ કરી દેવામાં આવે છે. ડિસેમ્બર મહિનાના ચાર રવિવારની ખાસ ઉજવણી કરવામાં આવે છે. જેમકે, આશાનો રવિવાર, પ્રેમનો રવિવાર, શાંતિનો રવિવારની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષે ધ સેન્ટીનરી મેથોડીસ ચર્ચ જે ગુજરાતનું પ્રથમ ચર્ચ છે,જે 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પરિણામે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અત્યારે ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે.
150 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમ
ધ સેન્ટીનરી મેથોડીસ ચર્ચ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતા તમામ ભક્તનું પુષ્પથી સ્વાગત કરવામાં આવશે તથા ચર્ચના અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ 150 ફુગ્ગા ઉડાડીને 150 વર્ષની ઉજવણી કરવામાં આવશે. તદુપરાંત 150 ફૂડ પેકેટને ગરીબોમાં દાન કરશે.
ધ સેન્ટીનરી મેથોડીસ ચર્ચનો 150 વર્ષનો ઇતિહાસ રહેલો છે. આ ચર્ચ ભેટમાં મળેલ છે. વર્ષ 1880માં ફતેગંજમાં અત્યારે જે સ્થળ પર ચર્ચ છે ત્યાં નાનું ચર્ચ હતું. ત્યારબાદ વર્ષ 1903માં અત્યારે જે ચર્ચ છે તે બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 2013માં આ ચર્ચને રેનોવેટ કરવામાં આવ્યું.
ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે ખાસ ઝુંપડી તૈયાર કરવામાં આવી રહી છે. આ એ ઝુંપડી છે, જ્યાં પ્રભુ જિસસ ક્રાઇસનો જન્મ થયો હતો. આ ડેકોરેશનમાં અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. જિસસનો જન્મ કઈ જગ્યાએ અને કેવી રીતે થયો હતો તે અહીં ક્રિસમસના દિવસે દર્શાવામાં આવશે.
ચર્ચને શણગારવાનું કામ સાથે જ લાઈટિંગ કરવામાં આવી રહી છે. પર્વને લઈ શહેરના બજારોમાં પર્વને અનુરૂપ ક્રિસમસ ટ્રી, સાન્તા ડ્રેસ, સાન્તા કેપ, સ્ટાર સહિતની વિવિધ વસ્તુનું વેચાણ વડોદરા શહેરના વિવિધ વિસ્તાર અને રોડ પર જોવા મળી રહ્યું છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર