Monday, December 26, 2022

City shivered with cold; 6 degrees on Mount Girnar.apj – News18 Gujarati

Ashish Parmar, Junagadh: જૂનાગઢ શહેર તથા ભવનાથ વિસ્તારમાં લોકો ઠંડીને લીધે ધ્રુજી ઉઠ્યા હતા.. શહેરમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઠંડી પડી રહી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.ગિરનાર પર્વત પર 6 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર પંથક ઠંડોગાર બન્યો હતો. આ હાડ થીજાવતી ઠંડીને પગલે લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું હતું.

છેલ્લા બે દિવસથી પડી રહી છે કડકડતી ઠંડી

છેલ્લા 2 દિવસથી જૂનાગઢ શહેર તથા ગિરનાર પર્વત પર જોરદાર ઠંડી પડી રહી છે. ત્યારે જોરદાર ઠંડીથી લોકો રીતસર ધ્રુજી ઉઠ્યા હતા. હજુ આવનારા દિવસોમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતા વર્તાઈ રહી છે.

ખેતીના પાકોને થશે ફાયદો

તમારા શહેરમાંથી (જુનાગઢ)

છેલ્લા કેટલાક દિવસથી માવઠાની દહેશતને પગલે મિશ્ર વાતાવરણ સર્જાયું હતું. જેમાં સવારના સમયે ઠંડી અને બપોરે ગરમી અને સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહેતું હતું.પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

પરંતુ જૂનાગઢ જિલ્લામાં માવઠું પડ્યું ન હોવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પડી રહેલી ઠંડીને લીધે શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Cold weather, Junagadh news, Local 18