Monday, December 26, 2022

મોડાસાના સરકારી ક્વાર્ટસમાં તસ્કરો ત્રાટકયા, રોકડ સહિત મુદ્દામાલની ચોરી | Smugglers strike government quarters in Modasa, steal valuables including cash

અરવલ્લી (મોડાસા)24 મિનિટ પહેલા

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીના મોડાસામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધતી ગઈ છે. ત્યારે આવી ઘટના અટકાવવી પોલીસ માટે પણ પડકાર સાબિત થાય છે. ત્યારે શહેરના બાયપાસ ધનસુરા રોડ પર આવેલા સરકારી ક્વાર્ટસમાં તસ્કરો ત્રાટક્યા હતા.

મોડાસા શહેરના ધનસુરા બાયપાસ રોડ પર આવેલા પશુ દવાખાના પાસે સરકારી વસાહત આવેલી છે. સરકારી વસાહત પછી ખુલ્લા ખેતરો હોવાના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. ત્યારે એક ક્વાર્ટસના રહીશ રવિવાર હોવાથી વતનમાં ગયો હતો. તે સમયે તસ્કરોએ ધોળે દિવસે ક્વાર્ટસનું બારણું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના તિજોરી કબાટ તોડી તેમાં રહેલા રોકડ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી હતી. આજ વિસ્તારમાં છેલ્લા 6 માસમાં આઠમી વખત તસ્કરોએ તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ લાઇન અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના ક્વાર્ટસ પણ બાજુમાં જ છે. ત્યારે પોલીસ માટે પણ આવી તસ્કરીની ઘટનાઓ પડકારજનક છે.

અન્ય સમાચારો પણ છે…