ગાંધીનગર2 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરના અડાલજમાં મિત્રની પત્નીની એકલતાનો લાભ લઈ ખરાબ નજરથી જોઈ વીડિયો બનાવવા મામલે છેલ્લા ઘણા સમયથી બન્ને મિત્રો વચ્ચે ઝગડા ચાલતાં હતાં. ત્યારે ગઈકાલે ગેરકાયદેસર રીતે ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી બાબતે પણ બંને મિત્રોના પરિવાર વચ્ચે ઝગડો થતાં મરચાની ભૂકી નાખી હૂમલો કરાયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
યુવક અવારનવાર મહિલાના ઘરે આવતો હતો
અડાલજ બાલા કુટિરની સામે આવેલ સૈન્ટૌસા નીમલેન્ડ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉક્ત સરનામે છેલ્લા છ વર્ષથી પતિ – દીકરી સાથે રહે છે. જેનાં પતિ ઈન્સ્યોરન્સનો ધંધો કરે છે. ત્યારે બાજુના મકાનમાં અન્ય એક પરિવાર રહે છે, આ યુવક મહિલાના પતિનો ક્લાસમેટ હોવાથી અવાર નવાર ઘરે આવતા જતા રહેતો હતો.
ખોટા વીડીયો બનાવી હેરાન પણ કરતો હતો
જે છેલ્લા ચારેક વર્ષથી મિત્રની પત્નીને ખોટી રીતે જોઈ એકલતાનો લાભ લઈ ઘરે જઈ ભાભી જેવા શબ્દો વાપરી ખરાબ ચેષ્ટાથી તેમજ ઇશારાથી વાતો કરતો હતો અને ખોટા વીડીયો બનાવી તેની જાહેર પબ્લીસીટી કરવા માટે હેરાન કરતો રહેતો હતો. આ મામલે બંને પરિવાર વચ્ચે ચાલતા ઝગડાની ફરિયાદો પણ થઈ હતી. તેમ છતાં યુવક એનકેન પ્રકારે માનસિક હેરાન કરી મહિલા સામે બિભત્સ ચેનચાળા કરતો હતો.
મરચાની ભૂકી મોઢા ઉપર નાખી
ત્યારે ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં યુવક તેના ઘરે સાબરમતી ગેસ લાઇન બિનઅધિકૃત રીતે નખાવતો હોવાથી સોસાયટીના એક શખસે તેને સમજાવ્યો હતો. તે વખતે મહિલા ઘરની બહાર ઉભી હતી. આ દરમિયાન યુવાનની પત્ની તું મારા ઘરનું કામ અટકાવે છે કહી એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાના મોઢા ઉપર મરચાની ભૂકી નાખી ઝગડો કર્યો હતો. આથી કમિટી મેમ્બરને દોડી આવ્યા હતા. એ વખતે પણ ગેસની પાઇપ લાઇન તો નાખીને જ રહીશ એમ કહી યુવતીએ એકદમ ઉશ્કેરાઇ જઇ મહિલા ઉપર મરચાની ભૂકી મોઢા ઉપર નાખી હતી. જેથી તેઓની વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી.
જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
આ દરમિયાન યુવક પણ આવીને ઝપાઝપી કરી શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. આ જોઈ કમિટી મેમ્બર વચ્ચે પડતાં યુવકે પથ્થર માર્યો હતો. આ બનાવ બાદ મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી હતી. જ્યાં યુવક પોલીસ સ્ટેશન ગયો હતો અને ઝગડો કરી મહિલાને કાનમાં બિભત્સ શબ્દો બોલી માથાના પાછળના ભાગે પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.
બન્ને તરફ સામ સામે ફરિયાદ નોંધાઈ
આ અંગે અડાલજ પોલીસે મહિલાની ફરીયાદના આધારે યુવક અને તેની પત્ની, તેમજ અન્ય યુવક વિરુદ્ધ આઇપીસી કલમ 354A,354C,354D, 323,506(2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ યુવતીએ પણ પોતાના ઘરે પબ્લીંગનું કામ ચાલતું હતું. ત્યારે મહિલા અને કમિટી મેમ્બરે ગાળો બોલી લાકડાથી માથાના ભાગે મારી ડાબા ગાલ ઉપર બચકું ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.