Saturday, December 17, 2022

રાજકોટમાં 3 શખસોએ મહિલાને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી પહેલા તમાચા અને પછી છરીના ઘા ઝીંક્યા | In Rajkot, 3 men slapped and then stabbed a woman after threatening her to withdraw her rape complaint.

રાજકોટ9 મિનિટ પહેલા

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી બાઇકમાં આવેલા શખ્સે મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો જેમાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી
રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજીતસિંહ ચાવડા સહિત 3 શખસોએ છરી વડે હુમલો કરતા મહીલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા આરોપી અજીતસિંહ ચાવડા સામે તાલુકા પોલીસમાં મથકમાં પોતાના પર દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી પરંતુ તાલુકા પોલીસે અનેક વખત ધકકા ખવડાવ્યા હતા અને ફરીયાદ નહિ લેતા અંતે મહિલાએ કોર્ટમાં અજીતસિંહ ચાવડા વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી.

મહિલાએ બળાત્કારની ફરીયાદ નોંધાવી

મહિલાએ બળાત્કારની ફરીયાદ નોંધાવી

પૈસાની લાલચ આપી
આ બળાત્કારની ફરિયાદમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતા તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જયારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ થયાની જાણ કરી દીધી હતી. જેના પગલે ગઇકાલે સાંજે આરોપી અજીતસિંહ ચાવડા અને તેના સાથે બે શખ્સો મહિલાના ઘરે પહોંચ્યા હતા અને ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના રીક્ષા ચાલક પતિને ધમકી આપી હતી. આ સાથે ફરીયાદ પાછી ખેંચી લો તેના બદલામાં પૈસા આપી દેશું તેવી લાલચ પણ આપી હતી પરંતુ રિક્ષા ચાલક પતિએ ફરીયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી.

ફરીયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી

ફરીયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી

હુમલાખોરો નાસી ગયા
ઘર પાસે ચોકમાં આ માથાકુટ ચાલી રહી હતી ત્યારે રીક્ષાચાલક યુવાનની પત્ની પણ ઘરની બહાર નીકળી ડખ્ખામાં વચ્ચે પડી હતી મહિલાને જોઇને આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને જાહેરમાં ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીકી દઇ હુમલાખોરો નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…