દાઉદપુરના કાર માલિકને વ્યાજ સાથે વળતર ચૂકવવા કમિશનનો વીમા કંપનીને આદેશ | Commission orders insurance company to pay compensation to Daudpur car owner with interest
પાટણ39 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 2 વર્ષ અગાઉ રાધનપુર હોસ્પિટલ પાસે વરસાદી પાણી ભરેલા ખાડામાં ગાડી પટકાતાં નુકસાન થયું હતું
સમી તાલુકાના દાઉદપુર ગામના એક વ્યક્તિનો તેમની કાર અકસ્માત વળતરનો કેસ પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચાલી જતાં કમિશન દ્વારા અરજ મંજૂર કરીને 9%ના સાદા વ્યાજ સાથે રૂ.84,230 વળતર ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે દાઉદપુર ગામના નાનુભાઈ અજમલભાઈ નાડોદાની કારનો ઇફકો ટોક્યો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વીમા પોલિસી ધરાવતા હતા. 28 ઓગસ્ટ 2020ના રોજ તેઓ ગાડી લઈને રાધનપુરથી બાસ્પા તરફ જતા ત્યારે ભણસાલી ટ્રસ્ટની હોસ્પિટલ પાસે ખાડામાં વરસાદી પાણી ભરેલું હોવાના કારણે ગાડી પટકાઈ હતી.
જેના કારણે ગાડીને નુકસાન થતાં શોરૂમ ખાતે રિપેરિંગ કરવામાં આવી હતી જેમાં તેમને 84,230 ખર્ચ થયેલો હતો જે અંગે બિલ સાથે વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો પરંતુ વીમા કંપની દ્વારા ક્લેમ ના મંજૂર કરતા મશીનની આંતરિક ખામીના કારણે ડેમેજ થયેલ હોવાનું કારણ જણાવ્યું હતું .
આ અંગે નાનુભાઈ નાડોદા દ્વારા વકીલ દર્શક ત્રિવેદી મારફતે પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન માં દાદ માગી હતી જે કમિશનના પ્રમુખ એન પી ચૌધરી સમક્ષ ચાલી જતા કમિશન દ્વારા અરજદારને રૂ. 84,230 અરજી કર્યાની તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા તેમજ ખર્ચના રૂ. 5000 અને માનસિક ત્રાસના રૂ. 3000 ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો .આ કેસ કોરમમા સભ્ય સી.એસ બ્રહ્મભટ્ટ અને વાસંતી એમ સ્વામી અને અરજદારના વકીલ ડીએન ત્રિવેદી ઉપસ્થિતા હતા.
Post a Comment