Thursday, December 22, 2022

વાહનો પર ફેન્સી નંબર પ્લેટ ગેરકાયદે છતાં માગમાં વધારો | Demand for fancy number plates on vehicles has increased despite illegality

મુંબઈ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સૌથી વધુ ઉપયોગ મુંબઈમાં કરાય છે

મોટર વાહન કાયદામાં વાહનની નંબર પ્લેટ કેવી હોવી જોઈએ એ નિશ્ચિત કરવામાં આવ્યું છે. જો કે એના પર દુર્લક્ષ કરીને ઘણા જણ વાહનચાલકો ફેન્સી નંબર પ્લેટ લગાડે છે. કેટલાક શબ્દોના સ્વરૂપમાં આંકડાઓ ચીતરીને નંબર પ્લેટ ફેન્સી બનાવવામાં આવે છે.

જો કે આવી રીતે આંકડાઓ લખેલા હોવાથી પ્લેટ પરનો વાહન નંબર સરખી રીતે વાંચી શકાતો નથી. પણ આવી ફેન્સી નંબર પ્લેટ વાહન પર લગાડવી ગેરકાયદે છે. મુંબઈ પરિવહન પોલીસ આવી નંબરપ્લેટવાળા વાહન પર કાર્યવાહી કરે છે. છેલ્લા બે વર્ષમાં કરેલી કાર્યવાહીમાં 29 હજાર 191 ઈ-ચલાન જારી કર્યા છે. એમ છતાં ફેન્સી નંબર પ્લેટની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન નંબરના આંકડા, મૂળાક્ષર વગેરેના આકાર અને સાઈઝ કેવી હોવી જોઈએ એ વિશે નિયમાવલી છે.

તેથી એમાં થોડા પણ ફેરફાર કરવામાં આવે જણાય તો વાહનને દંડ થઈ શકે છે. નાનામોટા આંકડાવાળી નંબરપ્લેટ ખરેખર તો દ્વિધા ઊભી કરવા માટે થાય છે. ચાર આંકડાઓમાંથી પહેલો અને છેલ્લો આંકડો એટલો નાનો રાખવાનો કે ત્રણ આંકડાવાળી નંબરપ્લેટ છે એમ લાગે છે. સીસી ટીવીમાં રેકોર્ડિંગ જોઈને અનેક વખત નંબરપ્લેટ પરના આંકડા જણાતા નથી. તેથી પરિવહનના નિયમ તોડનારા અને ગુનામાં વપરાતા વાહન નજરમાંથી બચી શકે છે. તેથી પરિવહન પોલીસની હેરાનગતિ થાય છે.

તેથી આવી ફેન્સી નંબરપ્લેટ વિરુદ્ધ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. આવી નંબરપ્લેટ વિરુદ્ધ 2021 અને 2022માં કુલ 29 હજાર 191 ઈ-ચલાન જારી કરવામાં આવ્યા છે. એમાં 1 કરોડ 43 લાખ 39 હજાર 700 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જો કે ઈ-ચલાનનું દંડ ભરવાનું પ્રમાણ ઓછું છે. કુલ ઈ-ચલાનમાંથી 6 હજાર 677 ઈ-ચલાન ઈ-ચલાનના 27 લાખ 28 હજાર 500 રૂપિયા દંડ પરિવહન પોલીસને મળ્યો છે.

મુંબઈમાં ફેન્સી નંબર પ્લેટને પ્રાથમિકતા
મુંબઈમાં ફેન્સી નંબરપ્લેટનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે. 2021માં 13 હજાર 253 ઈ-ચલાન અને 2022માં 7 હજાર 452 ઈ-ચલાન જારી કરવામાં આવ્યા છે. થાણે અને નવી મુંબઈ પરિવહન પોલીસે બે વર્ષમાં કરેલી કાર્યવાહીમાં અનુક્રમે 4 હજાર 406 ઈ-ચલાન અને 3 હજાર 820 ઈ-ચલાન જારી કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: