કચ્છ (ભુજ )4 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંજાર પોલીસ મથકની હદમાં આવતા ગડપાદર નેશનલ હાઇવે પર ગત મોડીરાત્રિના જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ધોરીમાર્ગ માર્ગ પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા ટ્રેલર પાછળ અન્ય ટ્રેલર ટકરાઈ જતા તેમાં સવાર ચાલકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ બાદ થોડી વાર માટે ટ્રાફિક બાધિત થયો હતો. જોકે હાઇવે પેટ્રોલિંગ અને પોલીસના પ્રયાસોથી અકસ્માત ગ્રસ્ત ટ્રેલરને છુટા પાડી બાજુ પર કરી દેવામાં આવ્યા હતા. આ અંગે અંજાર પોલીસ દ્વારા ધોરીમાર્ગ પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના 11.15 કલાકે ગાંધીધામથી મુન્દ્રા તરફ જતા ટ્રક ટ્રેલર નંબર GJ12 BY 4973 ગડપાદર હાઇવે પર બેદરકારી પૂર્વક પાર્ક કરેલા ટ્રક ટ્રેલર નંબર GJ 12 AW 2634 પાછળ અથડાઈ જતા ચાલકની કેબિન નાશ પામી હતી. તેમાં સવાર 25 વર્ષીય ચાલક સનોજકુમાર વિજય મૂળ રે. બિહાર હાલે ગાંધીધામનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના સબને અંજાર સરકારી દવાખાને પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત માટે કારણભૂત બેદરકારી પૂર્વક પાર્ક કરેલ ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.