પાડોશી ખદીજાએ જણાવ્યું હતું કે મારા પાડોશીઓ ક્રિસ્ચિયન છે. મારો જન્મ થયો ત્યાં પણ આજુ બાજુમાં ક્રિસ્ચિયન હતાં. હું ક્રિસ્ચિયન સ્કૂલમાં ભણી છું.એટલે મને કંઈ અલગ નથી લાગતું.એટલે મને એવું જ લાગે છે કે આ મારો જ તહેવાર છે.એટલે અમે હળીમળીને જ આ તહેવાર ઉજવણીએ છીએ.
હું ક્રિસમસના દિવસે તેમને ડેકોરેશનમાં પણ મદદ કરૂ છું.અમે અહિંયા સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ.અમારીબાજુમાં ખ્રિસ્ચિયન છે અને હિન્દુ પણ છે. જેથી જન્માષ્ટીમી હોય કે નવરાત્રિ હોય કે પછી રક્ષાબંધન હોય બધુ જ સાથે મળીનેઉજવીએ છીએ. ઈદ હોય તો બધા અમારા ઘરે આવે.સેવ ખુરમા ખાઈને મજા કરે.મારૂ તો એ જ કહેવું છે કે જાતિ ધર્મ જેવુ કંઈ હોતુજ નથી. માણસ તરીકે આવ્યા છીએ બસ માણસ તરીકે રહેવાનું અને બધાને સાથે હળીમળીને રહેવાનું.
રિયલ ડાભીએ જણાવ્યું અમે બધા પાડોશીએ સાથે મળીને બધા તહેવારની ઉજવણી કરીએ છીએ. અમે માત્ર ક્રિસમસ જ નહીંપણ બધા તહેવાર પાડોશીએ સાથે મળીને ઉજવણી કરીએ છીએ.અમે નવરાત્રિ હોય કે જન્માષ્ટમી હોય કે ઈદ હોય અમે બધાતહેવાર સાથે મળીને ઉજવીએ છીએ.એ લોકો આપણા ઘરે આપણે અમે લોકો એના ઘરે જઈએ.અમે ક્રિસમસમાં પણ બધા સાથેમળીને પાર્ટી કરીશું અને મજા કરીશું.
ક્રિસમસ માટે અમે બધી તૈયારી કરી છે. અમે ઘર આખુ ડેકોરેટ કરીએ છીએ.અમે ઘરે સ્વીટ્સ બનાવીએ છીએ.કેક છે ટોફીછે.બધા અમારી ખુશીમાં ભાગ લેવા માટે આવે છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Christmas, Local 18, Rajkot News