અમરેલી7 મિનિટ પહેલા
- કૉપી લિંક

તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા અંતર્ગત અમરેલીના રાજુલા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોને તાલીમ અપાઈ હતી. તમાકુના સેવનથી થતી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અસરો, વ્યસન છોડવાના મનોવૈજ્ઞાનિક પદ્ધતિ, તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કાર્યક્રમનું અમલીકરણ કરવા અને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 વિશેની વિસ્તૃત માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી અને ઈ.એમ.ઓ ડૉ.એ.કે.સિંધના માર્ગદર્શન હેઠળ ટોબેકો કાઉન્સેલર રિયાઝભાઈ મોગલ અને સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા પ્રાથમિક શાળાના 87 આચાર્યોને ગાયત્રી મંદિર રાજુલા ખાતે તાલીમ અપાઈ હતી. આ તાલીમ થકી તમાકુના સેવનથી થતા નુકસાન અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા તથા તમાકુ મુક્ત શાળા બને તે માટેના પ્રયત્નો શિક્ષણ વિભાગના સહયોગ સાથે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું ડૉ.એ.કે.સિંધ દ્વારા જણાવ્યું હતું. આ તાલીમના અંતે હાજર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,રિયાઝભાઈ મોગલ,નરેશભાઈ જેઠવા અને પ્રાથમિક શાળાના હાજર આચાર્યો દ્વારા તમાકુ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ રાજુલા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ અગ્રેસર કરવા માટે ડૉ.એન.વી.કલસરીયા દ્વારા કામગીરી કરવામા આવી રહી હોવાનું જણાવ્યું હતું.