Wednesday, December 14, 2022

Elon Musk એ ધનકુબેરોની યાદીમાં ટોચનું સ્થાન ગુમાવ્યું, શું ટ્વિટરની ડીલ જોખમી સાબિત થઇ રહી છે?

ભારતના ગૌતમ અદાણી ત્રીજા સ્થાને યથાવત છે. તેમની કુલ સંપત્તિ 134.4 બિલિયન ડોલર છે. અદાણીની સંપત્તિમાં એક દિવસમાં $530 મિલિયનથી વધુનો વધારો થયો છે. એમેઝોનના જેફ બેઝોસ $113.8 બિલિયનની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે.

Elon Musk એ ધનકુબેરોની યાદીમાં ટોચનું સ્થાન ગુમાવ્યું, શું ટ્વિટરની ડીલ જોખમી સાબિત થઇ રહી છે?

એલોન મસ્ક

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

અનેક વિવાદો બાદ ટ્વિટરને હાંસલ કરનાર દુનિયાના સૌથી ધનિક કારોબારી એલોન મસ્કને આ ડીલ ભારે પડી રહી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે ટ્વિટરની ડીલના થોડા જ મહિનામાં સંપત્તિના મામલે મસ્કનું સામ્રાજ્ય છીનવાયુ છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં મસ્કને પાછળ છોડી બર્નાર્ડ પરિવાર તેના સ્થાને પહોંચી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટ પરિવાર હાલમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. બંને વચ્ચેનો તફાવત બહુ નથી અને રેન્કિંગમાં આ ફેરફાર મસ્કની સંપત્તિમાં ઘટાડાને કારણે જોવા મળ્યો છે. આ યાદીમાં ભારતના ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત ભારતના અન્ય અબજોપતિ મુકેશ અંબાણી આ યાદીમાં આઠમા સ્થાને છે.

સંપત્તિમાકેટલો ઘટાડો થયો ?

ફોર્બ્સ રિયલ ટાઈમ લિસ્ટ અનુસાર એક દિવસમાં મસ્કની સંપત્તિ $7.4 બિલિયન ઘટીને $181.3 બિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, આર્નોલ્ડ પરિવારની સંપત્તિમાં $ 33 મિલિયનનો વધારો નોંધાયો છે અને પરિવારની કુલ સંપત્તિ $ 187.6 બિલિયન પર પહોંચી ગઈ છે. એટલે કે, $6 બિલિયનથી વધુના તફાવત સાથે આર્નોલ્ડ પરિવાર હવે વિશ્વના અમીરોની યાદીમાં ટોચ પર છે. ટેસ્લાના શેરમાં મોટા ઘટાડાથી મસ્કની સંપત્તિમાં ઘટાડો  જોવા મળ્યો છે. ટેસ્લા હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહી છે અને મસ્કનું સંપૂર્ણ ધ્યાન ટ્વિટર પર હોવાને કારણે રોકાણકારો ટેસ્લાના સ્ટોકને વેચી રહ્યા છે.  આ કારણે શેરની કિંમત ઘટી રહી છે. સ્ટોક વેચાણથી મસ્કની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ટોચના ધનકુબેરોની યાદીમાં બે ભારતીય

ભારતના ગૌતમ અદાણી ત્રીજા સ્થાને યથાવત છે. તેમની કુલ સંપત્તિ 134.4 બિલિયન ડોલર છે. અદાણીની સંપત્તિમાં એક દિવસમાં $530 મિલિયનથી વધુનો વધારો થયો છે. એમેઝોનના જેફ બેઝોસ $113.8 બિલિયનની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે. બર્કશાયર હેથવેના વોરેન બફેટ $108 બિલિયનની નેટવર્થ સાથે 5મા સ્થાને છે. બિલ ગેટ્સ $106.5 બિલિયનની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. લેરી એલિસન લગભગ $104 બિલિયન સાથે સાતમા સ્થાને છે. ભારતના મુકેશ અંબાણી $92.8 બિલિયનની નેટવર્થ સાથે આઠમા સ્થાને છે. મેક્સિકોના કાર્લોસ સ્લિમ અને તેમનો પરિવાર 9મા સ્થાને છે અને સ્ટીવ બાલ્મર લગભગ $82-82 બિલિયનની સંપત્તિ સાથે યાદીમાં 10મા સ્થાને છે. ટોપ 10ની યાદીમાં 6 અમેરિકાના, 2 ભારતના, એક ફ્રાન્સ અને એક મેક્સિકનનો સમાવેશ થાય છે.

Related Posts: