Farmer Kanwarji Vaghania of Ranpur village in Disa cultivates green onions nrb – News18 Gujarati
બનાસકાંઠા ના ડીસાના રાણપુર ગામના કનવરજી વાઘણીયા એક પ્રગતિશીલ ખેડૂત છે. અને આ ખેડૂત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જુદાજુદા પાકની ખેતી કરી વર્ષે સારી એવી આવક મેળવી રહ્યા છે. અત્યારે સીઝન આધારિત ખેતી તો કરી જ છે. સાથે રોકડીયો પાક ગણાતા શાકભાજીની ખેતી કરી છે.
કનવરજી વાઘણીયાએ 4 વિઘામાં લીલી ડુંગળીનું વાવેતર કર્યું છે. છેલ્લા ઘણા સમયથી કનવરજી વાધણીયા લીલી ડુંગળીની ખેતી કરતા આવ્યા છે અને અત્યારે પણ તેમના ખેતરમાં લીલી ડુંગળીનું વાવેતર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે.
70 હજારનો ખર્ચ,2.39 લાખની આવક થઇ
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ડુંગળીનો પાક શિયાળાની સિઝનમાં ત્રણ વખત વાવી અને લઈ શકાય છે. ખેડૂતે પોતાના 4 વિઘા જમીનમાં 70 હજારનો ખર્ચ કરી ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાંથી તેમને ગત વર્ષે સારો ભાવ હોવાથી 2.39 લાખની આવક થઇ હતી. ચાલુ વર્ષે ફરી લીલી ડુંગળીનું વાવેતર કર્યું છે અને ડુંગળીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. 5 રૂપિયાના ભાવે સૂકી ડુંગળી લાવી વાવેતર કર્યું હતું.
અત્યારે બજારમાં 6 થી 7 રૂપિયાનો ભાવ ચાલે છે. અત્યારે તેમની લીલી ડુંગળી ડીસા બજાર અને રાજસ્થાનમાં વેચાણ કરે છે. ચાલુ વર્ષે પણ દોઢ લાખથી વધુની આવક થવાનો અંદાજ છે,તેમ જણાવ્યું હતું.
અન્ય પાક સાથે રોકડિયા પાકની ખેતી કરી શકાય
કનવરજી વાધણીયા અવનવી પદ્ધતિથી જુદીજુદી ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.અન્ય ખેડૂતોને જણાવ્યું હતું કે,સીઝન આધારિત ખેડૂત ખેતી કરે અને સાથે પોતાના ખેતરમાં રોકડિયા પાક ગણાતા શાકભાજીની પણ ખેતી કરવી જોઈએ.
જેનાથી અન્ય પાકમાં નુકસાન આવે કેભાવ ન મળતા તો ખેડૂતને નુકસાની થતી નથી અને રોકડિયા પાકમાંથી સારી આવક મેળવી શકાય છે. તેમજ ખેડૂતોને થતું નુકસાન રોકડિયા પાકમાંથી ભરપાઈ કરી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Gujarat farmer, Local 18
Post a Comment